ગાંધીનગર : ભારત દેશને G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે, ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 અંતર્ગત વિદેશના નાણાપ્રધાનો અને સેન્ટ્રલ બેન્ક ગવર્નરો તેમજ G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીની બેઠક હતી. દેશમાં ગેરકાયદેસર રીતે નાણાંના અનેક વ્યવહારો થાય છે. વિદેશમાં મોકલવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારની બાજ નજર છે, ત્યારે વર્ષ 2010-11માં સિંગાપોરની FATF દ્વારા મની લોન્ડરિંગની તપાસ કરાઈ હતી. જે હવે 13 વર્ષ બાદ ફરી લોકસભાની ચૂંટણીના વર્ષ 2023-24માં ફરી મની લોન્ડરીંગની તપાસ થશે. વિશ્વની એજન્સી દ્વારા તપાસ બાબતે મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના સેક્રેટરી અજય શેઠે પણ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તે અમારી સંપૂર્ણ તૈયારી છે.
કેમ 13 વર્ષ પછી તપાસ થઈ રહી છે ? ભારત દેશમાં મની લોન્ડરીંગ બાબતે છેલ્લે વર્ષ 2010-11માં સિંગાપુરની આંતરરાષ્ટ્રીય સંસ્થા fatf દ્વારા અધિકારીઓ સાથે બેઠક કરીને જોઇન્ટ ઈવેલ્યુએશન કરવામાં આવ્યું હતું. હવે 13 વર્ષ બાદ તપાસ થઈ રહી છે. તેને લઈને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી અજય શેઠ માહિતી આપી હતી.
આ સંસ્થા એ સમગ્ર વિશ્વના તમામ દેશોના ફાઇનાન્સ વિભાગની તપાસ કરતી એકમાત્ર સંસ્થા છે અને વિશ્વમાં કુલ 180 જેટલા દેશો છે. જેથી ભારતનો વારો 10થી 13 વર્ષ બાદ આવ્યો છે. આ ઉપરાંત છેલ્લે ચાર વર્ષ પહેલાં અન્ય દેશમાં થયેલી સ્કૃતિનીમાં પાકિસ્તાન અને યુએઈને ગ્રેય લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. જ્યારે મની લોન્ડરિંગના નાણાં ગેરકાયદેસરની કામગીરી અને ટેરેરિસ્ટ એક્ટિવિટીમાં થાય છે. જ્યારે IMF સાથે દર વર્ષે બેઠક થાય છે. - અજય શેઠ (ફાઇનાન્સ મિનિસ્ટ્રી સેક્રેટરી)
ઇલેક્ટ્રિક લેન્ડિંગ ફાઇનાન્સમાં ફ્રોડ : દેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોન મેળવવી સહેલી છે, ત્યારે અનેક લોકોના ફ્રોડ થયા છે, જ્યારે આ બાબતે પણ કેન્દ્ર સરકારના ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી અજય શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં આવી કોઈપણ એપ્લિકેશન જે કે લોન આપે છે તે ગેરકાયદેસર છે. તેમના વિરુદ્ધમાં કામગીરી શરૂ કરવામાં આવી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોન આપવામાં આવે છે. તેમાં વ્યાજ દર પણ લોન લીધા પછી ખબર પડે છે, આમ આવી સાઇટ પણ RBI દ્વારા બંધ કરવામાં આવી છે પણ કેટલીક સાઈટો બંધ કરાઈ છે, તે બાબતે અજય શેઢ પાસે કોઈ વિગતો ન હતી.
ક્રિપ્ટો કરન્સીમાં ભારતની સતત નજર : દેશ વિદેશમાં ક્રિપ્ટો કરન્સીમાંથી પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને વેગ મળે છે, ત્યારે આ બાબતે ભારત સરકારનું ક્રિપ્ટો કરન્સી બાબતે કઈ રીતનું આયોજન છે તેમાં ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી અજય શેઠે જણાવ્યું હતું કે, ભારત સરકારે ક્રિપ્ટો કરન્સીમાં ટેક્સ લગાવ્યો છે અને કોણ વેચી રહ્યું છે અને કોણ ખરીદ્યું છે. તે તમામ વિગત ભારત સરકાર પાસે છે, આમ ભારત સરકારે રસ્તો તો કાઢી નાખ્યો છે, પરંતુ ક્રિપ્ટો કરન્સીમાં સુરક્ષા શું છે તે આજની તારીખમાં કોઈ જ પ્રકારની સુરક્ષા નથી. જ્યારે આ બાબતે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોલિસી પણ જાહેર કરશે.