- ગાંધીનગરમાં કોરોનાના કેસ વધીને 3 ગણા થયા
- કોલવડા કોવિડ કેર સેન્ટરમાં 150 બેડ ફાળવાવામાં આવ્યા
- ગાંધીનગર સિવિલમાં 400 બેડની જ છે વ્યવસ્થા
ગાંધીનગરઃ છેલ્લા 3 મહિનાની અંદર ગાંધીનગરમાં કોરોનાના કેસ વધીને 3 ગણા થયા છે. જે જોતા 300 બેડની સંખ્યા વધારવામાં આવી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણીએ જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિને જોતા સિરિયસ પેશન્ટને સિવિલમાં રાખવામાં આવી રહ્યા છે ત્યારે બાકીના પેશન્ટ કોલવડા કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ હાઉસ ફૂલ
ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. સિવિલમાં 400માંથી 360થી વધુ બેડ ફૂલ થયા છે. 20 માર્ચના રોજ ગાંધીનગર શહેરમાં 26 કેસ હતા, ત્યારે જિલ્લામાં 30 કેસ હતા. જેની સંખ્યા મંગળવારના રોજ જિલ્લામાં 73 કેસ સુધી પહોંચી હતી. જ્યારે સિટીમાં ગાંધીનગર 54 કેસ છે. જેથી આગામી પ્લાનિંગના ભાગરૂપે 300 બેડ વધારવામાં આવ્યા છે. જે પેશન્ટમાં સામાન્ય લક્ષણો છે તેમને કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ વધતા કોવિડ હોસ્પિટલો ફરી શરૂ કરાશે
ગાંધીનગરમાં સોમવાર સુધીમાં 900થી વધુ કેસ નોંધાયા
ગાંધીનગરમાં સોમવાર સુધીમાં 19 દિવસમાં 900થી વધુ કેસ આવ્યા છે. સિવિલના બાકી રહેલા બેડ પણ આ આઠવાડિયામાં ફૂલ થઈ જશે તો ફરી બીજી વ્યવસ્થા અગમચેતીના ભાગરૂપે કરવામાં આવી શકે છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ જણવ્યું કે, સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેને લઇને એપોલો હોસ્પિટલમાં 50, આદર્શ હોસ્પિટલમાં 100 અને કોવિડ કેર સેન્ટરમાં 150 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે રેમડે સિવિલ પણ પૂરતા સ્ટોકમાં છે.