ETV Bharat / state

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 42 ડોક્ટર, 38 પેરામેડિકલ સ્ટાફ કોરોના પોઝિટિવ - કોરોના વાઈરસ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાની પરિસ્થિતિ દિવસને દિવસે બગડી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ 25થી વધુ એમ્બ્યુલન્સ લાઈનમાં વેઈટિંગમાં જોવા મળી રહી છે. તેવામાં સૌથી મોટા સમાચાર તો એ છે કે, ગાંધીનગરમાં 42 ડોકટર અને 38 પેરામેડિકલ સ્ટાફનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

author img

By

Published : Apr 26, 2021, 2:41 PM IST

  • ગાંધીનગર સિવિલમાં 80 કોરોના વોરિયર્સ કોરોના પોઝિટિવ
  • 42 ડોકટર અને 38 પેરામેડિકલ સ્ટાફ થયો કોરોના સંક્રમિત
  • આરોગ્યકર્મી કોરોના સંક્રમિત થતા દર્દીની મુશ્કેલીમાં વધારો
  • ઓક્સિજનના વપરાશમાં પણ વધારો થયો

ગાંધીનગર: ગાંધીનગરમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં અત્યારે 42 ડોક્ટર અને 38 પેરા મેડિકલ સ્ટાફ કે જે ગાંધીનગર સિવિલમાં કોબી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે. આમ, 80 જેટલા કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ પોઝિટિવ આવતા જ દર્દીની સમસ્યાઓમાં વધુ મુશ્કેલી સર્જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ બોન્ડેડ ડૉક્ટર્સને આપવામાં આવી કોરોના ડ્યુટી, ફરજ પર હાજર નહી થાય તો થશે કાર્યવાહી

સિવિલ હોસ્પિટલ હાઉસફૂલ થવાને આરે

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કુલ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 490 બેડ દર્દીથી ભરાઈ ગયા છે. જ્યારે સવારે અને રાત્રે પણ 108ની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ઉપરાંત સરેરાશ રોજ 20 કરતા વધુ ક્રિટિકલ દર્દીઓ બેડ અભાવે પરત જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ

સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 32,000 લિટર ઓક્સિજન વપરાય તેવી પરિસ્થિતિ

અત્યારે કોરોના વાઈરસના કારણે ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં 32,000 લિટર ઓક્સિજનનો વપરાશ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ 490 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. હાલમાં 13 ટન ઓક્સિજનની ટેન્ક 10 કલાકમાં જ વપરાઈ જાય છે. જ્યારે ઓક્સિજન સપ્લાય માટે 16 ટન ઓક્સિજન ટેન્ક સ્ટેન્ડ બાય રખાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.