ETV Bharat / state

Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર

રોડ નેટવર્ક સુદ્રઢ કરવા અને સર્વાંગી વિકાસ કામો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે. મેટ્રો શહેરોને જોડતા માર્ગ, બંદરો-ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગ, ટુરિઝમ સરકીટને જોડતા માર્ગ માટે મુખ્યપ્રધાને 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર
Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર
author img

By

Published : May 16, 2023, 7:45 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિ આપવા વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યપ્રધાને નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો મંજૂર કર્યા છે.

ક્યા કામ માટે કર્યા મજુર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેને ફોરલેન, 10 મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289.32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 469.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા : તદ્દ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે. મુખ્યપ્રધાનએ ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય પણ માર્ગોના વિકાસ માટેની મંજૂરીમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે.

માર્ગોને ટકાઉ બનાવવા માટે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા 8 રસ્તાઓની 117.71 કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે 247.35 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા 3 સ્ટેટ હાઇવેની 16.40 કિ.મીટર લંબાઇની કામગીરી માટે 66 કરોડ રૂપિયાના કામોની મુખ્યપ્રધાને મંજૂરી આપી છે.

ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા રસ્તાઓ : મુન્દ્રા, દહેજ પોર્ટ, સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા 10 રસ્તાઓની 177.50 કિ.મીટર લંબાઇના ફોરલેન તેમજ 10 મીટર પહોળા કરવા માટે 146.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઈ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સરકીટને જોડતા 10 માર્ગોની 142.46 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા માટે 105.28 કરોડ રૂપિયા મુખ્યપ્રધાને મંજૂર કર્યા છે.

રોડ નેટવર્ક : રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાઓને વધુ પહોળા કરવા, નવા ફૂલો, ફ્લાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વ્યાપકપણે વિસ્તારવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા 3 રસ્તાઓની 71.73 કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે 445.25 કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે.

બાયપાસ રોડની કામગીરી : આ ઉપરાંત મહેસાણા-પાલનપૂર સિક્સલેન રોડને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર, વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે 465 કરોડ રૂપિયા મુખ્યપ્રધાને મંજૂર કર્યા છે. રાજ્યના વાપી, વલસાડ, રાધનપૂર, અમરેલી, લુણાવાડા, સંતરામપુર અને લૂણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન-બાંધકામ હેતુસર 158.15 કરોડ રૂપિયા તેમજ ડુબાઉ પૂલના સ્થાને હાઇ લેવલ પુલ, પૂલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાના કામો માટે પણ મુખ્યપ્રધાને 112.07 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર : રાજ્યના તમામ ગામો અને અન્ય મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ધોરીમાર્ગોના સુઆયોજિત નેટવર્કથી જોડવામાં આવેલા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષોમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ ધપાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે સમગ્રતયા 20,642 કરોડની જોગવાઇ પણ કરી છે.

Gujarat High Court : બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટે નારાજ, એફિડેવિટ ફાઈલ રજૂ કરવાનો આપ્યો આદેશ

Ahmedabad News : AMC જનરલ બોર્ડમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દો ફરી ઉઠ્યો, શું બધું ટાઢું પડી ગયું?

Banaskantha News : જૂના ડીસાના લોકો આઠ માસમાં હતાં ત્યાંને ત્યાં, નબળી ગુણવત્તાનો રોડ બનાવવામાં સાંસદ ગ્રાન્ટના 10 લાખ વપરાયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.