ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં ભારત દેશને G20 સમિટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે અંતિમ G20 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ સાયન્સ એડવાઈઝર રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં થઈ રહેલા વૈજ્ઞાનિક કાર્યો અને તેનો સંશોધન, રિસર્ચ બાબતે સમગ્ર વિશ્વને એક વૈજ્ઞાનિક સલાહ પદ્ધતિથી શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક કાર્યો અંગે બેઠક : આ બેઠકમાં સમગ્ર વિશ્વમાં ચાલતા રિસર્ચ બાબતે પણ વિશ્વ એક થશે તેવું નિવેદન કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજયકુમાર સુદે આપ્યું હતું. ઉપરાંત G20 તમામ દેશોએ આ ચાર મુદ્દાઓ પર થયેલી સામૂહિક ચર્ચાને પ્રયાસોમાં બદલવાની સંમતિ પણ દર્શાવી છે. G20- CSAR ની કલ્પના કરવામાં આવી હતી. જેમાં શેરપા ટ્રેક પહેલ તરીકે શરૂ કરવામાં આવી હતી. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વિશ્વમાં સારી રીતે રોગ નિવારણ, નિયંત્રણ અને રોગચાળાની તૈયારી માટે વન હેલ્થમાં તકોનો લાભ લેવો, વિવિધ દેશોના વૈજ્ઞાનિક જ્ઞાનની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે વૈશ્વિક પ્રયત્નોને સુમેળ બનાવવું, વિજ્ઞાન અને ટેક્નિકલ ઇકોસિસ્ટમમાં સમાનતા, વિવિધતા, સમાવેશ અને સુલભતા સુનિશ્ચિત કરવી.
ભારત દ્વારા 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ના ઉતરાયણના ઐતિહાસિક પરાક્રમની ઉજવણી કરવામાં આવી છે. આ અમારા માટે ગર્વની ક્ષણ છે. અમે વૈશ્વિક સ્તરે વિજ્ઞાન સલાહકારોની સતત જોડાણને પ્રોત્સાહન આપવા માટે સમાન ભાવના દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.-- અજયકુમાર સુદ (વૈજ્ઞાનિક સલાહકાર, કેન્દ્ર સરકાર)
વૈજ્ઞાનિક સલાહકારનું સંબોધન : કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર અજયકુમાર સુદે આ અંગે જણાવ્યું હતું કે, એક સમાવિષ્ટ અને સતત ક્રિયાલક્ષી વૈશ્વિક વિજ્ઞાન સલાહ પદ્ધતિનું નિર્માણ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ભારત દ્વારા 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ના ઉતરાણના ઐતિહાસિક પરાક્રમની ઉજવણી કરવામાં આવી છે. આ અમારા માટે ગર્વની ક્ષણ છે. કારણ કે આ અમને સતત વૈજ્ઞાનિક પ્રગતિ માટે પુષ્કળ પ્રોત્સાહન પૂરું પાડે છે.
નીતિ વિષયક બાબતો ચર્ચા : અજયકુમાર સુદે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, વિજ્ઞાન અને ટેકનોલોજી દેશના વિકાસ માટે અભિન્ન અંગ હશે. અમે વૈશ્વિક સ્તરે વિજ્ઞાન સલાહકારોની સતત જોડાણને પ્રોત્સાહન આપવા માટે સમાન ભાવના દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતના યજમાન પદ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ક્ષેત્રો અને નીતિ વિષયક બાબતો ચર્ચા કરવામાં આવી હતી.