ETV Bharat / state

G20 Summit: ભારત માટે આરોગ્ય એ વેપાર નથી, સેવા છે, વેકસીનની આડઅસર બાબતે તપાસ શરૂ- મનસુખ માંડવીયા - G20 meetings on health at Mahatma Mandir

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આરોગ્યને લઈને G20 ની બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું હતું કે ભારત માટે આરોગ્ય એ વેપાર નથી, સેવા છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે વેક્સીનની આડઅસર બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.

g20-meetings-on-health-at-mahatma-mandir-gandhinagar-mansukh-mandviya-on-vaccine

author img

By

Published : Aug 20, 2023, 8:41 AM IST

મનસુખ માંડવીયા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન

ગાંધીનગર: ભારતને પ્રથમ વખત G20 નું સુકાન પ્રાપ્ત થયું છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આરોગ્યને લઈને G20 ની બેઠકો છેલ્લા ત્રણ દિવસથી યોજાતી હતી. જેમાં 70 થી વધુ દેશોએ આરોગ્યની ચર્ચા બાબતે ભાગ લીધો હતો ત્યારે બેઠક પૂર્ણાહુતિમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે HEALTH IS NOT COMMERCE FOR INDIA BUT IT'S A SEVA, એટલે કે આરોગ્ય એ ભારત માટે વેપાર નથી પરંતુ સેવા છે. જ્યારે આ બેઠક થી વિશ્વના તમામ લોકોને સારી, ઝડપી સારવાર મળી રહે તેવી અસર ટુંક સમયમાં વિશ્વમાં જોવા મળશે તેવું નિવેદન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આપ્યું હતું.

વિશ્વના દર્દીઓ ભારતમાં આવશે: G20 ની આરોગ્ય બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે G20 ની બેઠકમાં મેડિકલ ટ્રાવેલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે જુદી જુદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશના 1.3 મિલિયન ડોકટર, 3.5 મિલિયન નર્સ અને 8 લાખ જેટલા આયુષ ડોકટરનું રજીસ્ટ્રેશન કરી લેવામાં આવ્યું છે. જેથી વિશ્વના અનેક દેશોના દર્દીઓ ભારતમાં સારી સારવાર મેળવી શકશે, ઉપરાંત ભારત દેશની કુલ 264 જેટલી ખાનગી હોસ્પિટલ વિશ્વના દર્દીઓની સારવાર કરવા માટેના MOU કાર્ય છે જેમાં ગુજરાતની 25 હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત 163 ખાનગી હોસ્પિટલ, 63 સરકારી હોસ્પિટલ, 18 આયુષ કંપનીઓ, 11 વિશ્વની મેડિકલ એસોસિએશન અને 5 આંતરરાષ્ટ્રીય ઈન્સ્યુરન્સ કંપનીઓ વચ્ચે એમ.ઓ.યુ થયા છે.

'ભારત દેશમાં આરોગ્યની સગવડ અને સુવિધા સાથે લોકોને સારી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય તે માટે આગામી દિવસોમાં 64,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં ભારત દેશના તમામ રાજ્યો, જિલ્લા અને તાલુકામાં સેવાઓ શરૂ કરવામાં આવશે જ્યારે તમામ ક્લસ્ટર પ્રમાણે 100 જેટલા બેડ ની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવશે.' -મનસુખ માંડવીયા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન

રસીની અસરની તપાસ શરૂ: રાજ્યમાં અને દેશમાં રસીકરણ બાદ અનેક હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે G20 બેઠકમાં રસીની અસર બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા એ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે દેશમાં હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા છે જેમાં ICMR દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે કોઈ પણ વેકસીન બજારમાં આવે ત્યારે તમામ ફોર્મલિટી પુરી કરવી પડે છે ત્યારબાદ જ વેકસીન આપવામાં આવે છે. આમ કોરોના કાળમાં આપવામાં આવેલ રસીઓ ની આડ અસર બાબતે તપાસ ICMR દ્વારા શરૂ કરાઇ હોવાનું નિવેદન મનસુખ માંડવિયાએ આપ્યું હતું.

ભારતમાં ડિજિટલ મેડિકલ સિસ્ટમ લાગુ થશે: ભારતમાં ડિજિટલ મેડિકલ સિસ્ટમ બાબતે G20 માં ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે હાલ વર્તમાન સમયમાં ડિજિટલના ડેટા કરપ્ટ થવાની અનેક ફરિયાદો આવે છે. ભારત દેશના ડિજિટલ હોસ્પિટલ અને ડોકટર અને ફાર્માના ડેટાને કોઈ નુકશાન ન થાય અને સુરક્ષિત હોવાનું નિવેદન મનસુખ માંડવિયા આપ્યું હતું. ઉપરાંત ભારત દ્વારા કુલ 3 લેયરની સાયબર સિક્યુરીટી ગોઠવવામાં આવી છે. આ ગ્લોબલ એટેક માટે સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

'ભારત નજીકના ભવિષ્યમાં મેડિકલ ટેકનોલોજી હબ તરીકે ઉભરી આવશે. જેથી ભારત સમગ્ર વિશ્વને મેડિકલ ડિવાઈસ, મેડિસિન, અને મશીનરી નો સપ્લાય કરશે, જ્યારે G20 બેઠકમાં વિદેશના ડેલીગેસ્ટ ને 58 લાઈવ ડેમો બતાવવામાં આવ્યા છે. સમગ્ર એક્સઝીબિશન 10,000 લોકોએ ફાર્મા એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.' -એસ.અપર્ણા, કેન્દ્ર સરકારના ફાર્મા સેક્રેટરી

2025 સુધીમાં ભારતમાં અને 2030 સુધીમાં દક્ષિણ પૂર્વ દેશોમાં TB ભૂતકાળ થશે: કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ લવ અગ્રવાલ G20 ની આરોગ્ય બેઠકના સમાપનમાં નિવેદન આપ્યું હતું કે g-20 આરોગ્યની બેઠકમાં અનેક મુદ્દા ઉપર ચર્ચાઓ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2025 સુધીમાં ભારત દેશમાં અને વર્ષ 2013 સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં ટીબીનો ખાતમો બોલાવવામાં આવશે આમ ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં ટીબીના રોગનું નેસ્તનાબૂદ કરવામાં આવશે. જ્યારે કોવિડ 19 જેવી વૈશ્વીક ઇમરજન્સી બીમારીઓ માટે ખાસ આયોજન સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં 2 બિલિયન ડોલર ફંડ ઉભું કરવામાં આવશે.

  1. Gandhinagar: નાણાપ્રધાન નિર્મલા સીતારમણની ગિફ્ટ સિટીમાં સમીક્ષા બેઠક, વ્યવસાયકારો અને મોટાપાયે રોકાણ આકર્ષવા પર ભાર આપ્યો
  2. Green Clean Urban Transport : સીએનજી બસ અને ઇ બસ સંચાલકોને આનંદો કરાવશે સરકારનો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.