ETV Bharat / state

G20 Infrastructure Investors Dialogue: 2022-23ના વર્ષમા ગુજરાતે 4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું- CM ભૂપેન્દ્ર પટેલ - G20 Infrastructure Investors Dialogue

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે G-20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટસિટીમાં યોજાઈ રહી છે. ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, કોઈપણ દેશ કે રાષ્ટ્રના પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી માટે ઈન્ફાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ મહત્વની બાબત છે.

g20-infrastructure-investors-dialogue cm bhupendra patel gujarat gandhinagar

author img

By

Published : Jul 16, 2023, 6:32 PM IST

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલે G-20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટસિટીમાં યોજાઈ રહેલી ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, કોઈપણ દેશ કે રાષ્ટ્રના પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી માટે ઈન્ફાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ મહત્વની બાબત છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, એન્વાયરમેન્ટલ સસ્ટેઈનેબિલીટી અને સોશિયલ પ્રોગ્રેસ સાથે જ ઈકોનોમીક ગ્રોથ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ સાર્થક થઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટી પરિસરમાં આ ડાયલોગ – સેશનનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતા ગિફ્ટસિટીએ દેશના પ્રથમ ઈન્ટરનેશન ફાયનાન્સ સર્વિસ સેન્ટર IFSC ધરાવવાનું ગૌરવ મેળવેલું છે.

4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું: આ પરિસર પ્રથમવાર ઈન્ટરનેશનલ ડિસ્કસનનું પ્લેટફોર્મ બન્યુ છે. તેનો પણ તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને ગુજરાતને બિઝનેસ અને ફાયનાન્સિયલ એક્ટીવિટીઝનું ગ્લોબલ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતાં ઉમેર્યું કે, રાજ્યમાં પાછલા દશકોથી લગાતાર મોટા પ્રમાણમાં FDI આવતું રહ્યું છે તે જ ગ્લોબલ બિઝનેસ ગુજરાત પર ભરોસો કરે છે તેનું પ્રમાણ છે. 2022-23ના વર્ષમા ગુજરાતે 4.7 બિલીયન ડોલરથી વધુ FDI મેળવ્યું છે તેનો મુખ્યપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.

નિતી આયોગે પણ રાજ્યના ફાયનાન્સિયલ મેનેજમેન્ટની સરાહના કરી: સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન – પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ઈકોનોમિક ડેવલપમેન્ટથી માંડીને સોશિયલ એન્વાયરમેન્ટ સુધીના દરેક એરિયામાં અપનાવીને પરિણામો મેળવ્યા છે. ગુજરાત સરકાર એક વિઝન સાથે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ કરી રહી છે અને તેના પરિણામે જ ફિસ્કલ ટાર્ગેટ અચિવ કરવામાં સફળતા મળી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી કહ્યું કે, નિતી આયોગે પણ રાજ્યના ફાયનાન્સિયલ મેનેજમેન્ટની સરાહના કરી છે. પાછલા દોઢ દાયકાથી દર વર્ષે સરપ્લસ બજેટ ગુજરાતમાં આપતા આવ્યા છીએ તેનો ઉલ્લેખ કરતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2021-22માં ગુજરાતની ફિસ્કલ ડેફિસીટ GSDPના 1.16 ટકા કરતાં પણ ઓછી રહી છે. એટલું જ નહીં આ વર્ષના બજેટ આઉટ લેમાં ગત બજેટ કરતાં 23 ટકા ગ્રોથ અને કેપિટલ એક્સપેન્ડીચરમાં 92 ટકા વૃદ્ધિ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.

'સુવિધાયુકત બનાવવા શહેરોની રચના કરવી જોઈએ. પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ કરાયેલ શહેરી આયોજન અસરકારક નીવડે છે. ટકાઉ શહેરો વિકસાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટીએ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કર્યું છે. ગુજરાતે અસંખ્ય પુનઃપ્રાપ્ય પાવર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલી બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત સોલાર સસ્ટેઇન સ્ટેટ છે જેમાં મહત્તમ વીજ ઉત્પાદન રિન્યુએબલ એનર્જી થકી થાય છે. આગામી 2 થી 3 વર્ષમાં શહેરી વિસ્તારોની તમામ વીજળીની જરૂરિયાતો આવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો થકી પૂરી પાડીશું.' -ભુપેન્દ્ર પટેલ, સીએમ

ટકાઉ વિકાસની દિશા: ગુજરાતના અન્ય શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પણ ટકાઉ શહેર પર કામ કરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આગામી 35થી 40 વર્ષનું આયોજન કરી ટકાઉ વિકાસની દિશામાં આગે કૂચ કરી રહ્યું છે. આજે યોજાઈ રહેલા આ સેમિનારમાં ઇન્ક્લુઝિવ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંસ્થાકીય રોકાણ વધારવા, ભવિષ્યના શહેરી વિકાસ માટે સ્થાયી રોકાણ વધારવા તેમજ સ્થાયી માળખાગત વિકાસ માટેના આયોજન સહિતના વિવિધ વિષયો પર દેશવિદેશના મહાનુભાવો તથા પ્રતિનિધિઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવશે.

  1. Gandhinagar News: ભારત US માટે વિશ્વનો સૌથી મોટો એક્સપોર્ટ દેશ
  2. Gandhinagar: USAના નાણાપ્રધાન જેનેટ યેલન, વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.