આ બાબતે માહિતી આપતાં નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ECB લાગું કરવામાં આવશે. જ્યારે અમરેલીમાં નવી 185 બેડની નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા જતા હતા. તેમને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવું નહીં પડે. મેડિકલના વિદ્યાર્થિઓ રાજ્યમાં જ રહીને તેઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકાનો બંધારણીય રીતે અનામતનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવ્યો છે. આ અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ગુજરાતમાં લાગું પડશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવશે. જેના માટે 900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરવામાં આવશે. જે મેડિકલ કોલેજો 150 સીટની હોય છે, તેમાં વધારો કરીને 185 સીટ કરવામાં આવશે.
ગુજરાતમાં પહેલા 4350 મેડિકલની સીટ હતી, જેમાં 914 સીટોનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, ગુજરાતમાં હવે 5000 કરતા વધારે સીટોનો સમાવેશ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ગુજરાતના વિદ્યાર્થીઓને થશે. મેડિકલની બેઠકોમાં વધારો કરવાથી વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળી શકશે. જેથી મેડિકલમાં અભ્યાસનો ખર્ચ પણ ઘટશે. મેડિકલની માફક અન્ય અભ્યાસક્રમમાં પણ આજ રીતે અણલવારી કરવામાં આવશે. જેમાં MBA,MCA, એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સીટોમાં પણ તેવી જ રીતે વધારો કરવામાં આવશે.