ગાંધીનગર: સમગ્ર દેશને ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેરનો(precautionary dose of corona)આતંક ફેલાઈ રહ્યો છે. સતત કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં 15 જુલાઈથી 18 થી 59 વર્ષની વયના તમામ નાગરિકોને રોજ કોરોના પ્રિકોશન ડોઝ આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આજથી 15 જુલાઈના રોજ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલ હેલ્થ સેન્ટર ખાતેથી પ્રિ કોશન ડોઝની શરૂઆત કરાવવામાં આવી હતી.
700 કરોડના ખર્ચે થશે રસીકરણ - રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના રસીનો પ્રિ કોશન ડોઝ આજથી શરૂઆત કરવામાં આવી છે.જે આવનારા 75 દિવસ સુધી રાજ્યના (Covid precautionary dose registration)નાગરિકોને મફતમાં આપવામાં આવશે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે અને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 75 દિવસ સુધી રાજ્યમાં 18 થી 59 વર્ષ સુધીના નાગરિકોને મફતમાં રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેમાં 700 કરોડના ખર્ચે આ રસીકરણ અભિયાન પૂર્ણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે (Precision Dose reviews)કે સમગ્ર દેશને રાજ્યમાં પોતાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રસીકરણ ખૂબ જ મહત્વનું છે અને રસીકરણ ડોઝ કરીને જ સંક્રમણને રોકી શકાય તેમ છે.
આ પણ વાંચોઃ DCGI એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસી 'Corbevax' ને આપી મંજૂરી
ક્યાં નાગરીકોને મળશે પ્રિકોશન ડોઝ - આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું (Free Covid precaution doses)હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી તમામ સરકારી રસી કેન્દ્ર પર 15 જુલાઈથી 75 દિવસ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી રસીકરણ માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત 18 થી 59 વર્ષની વહી જૂથના અને બીજા દોષના છ મહિના પૂર્ણ થઈ ગયા હોય તેવા લોકો જ આ પ્રિ કોશન ડોઝ માટે એલિજેબલ ગણાશે જ્યારે ગુજરાતના તમામ જિલ્લા કોર્પોરેશનમાં અંદાજિત 4 કરોડ લાભ માટે એલઈજીબલ થનાર છે ત્યારે વિના મૂલ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે - કોરોનાની ચોથી લહેરને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં રોજ તકે લોકો સુધી પહોંચે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં વેક્સિન ડ્રાઈવને મિશન મોડમાં ઉપાડવામાં આવશે. આ ઉપરાંત પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના મોટા ઓફિસ કોમ્પલેક્ષ ઉદ્યોગ ગૃહો રેલવે સ્ટેશન બસ સ્ટેશન શાળા કોલેજમાં પણ સ્પેશિયલ વર્ક પ્લેસ વેક્સિનેશન કેમ્પસ યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ Corona cases in Gujarat:સિવિલ હોસ્પિટલના બે ડૉક્ટરો આજ દિવસ સુધી કોરોના સંક્રમિત થયા નથી. જાણો કારણ
મંકી પોક્સ માટે સરકાર સજ્જ - કોરોના વાયરસ બાદ દેશમાં હવે મંકી ફોક્સનો વાયરસ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન આ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં મંકી પોક્ષના એક પણ કેસ નોંધાયો નથી અને શંકાસ્પદ કેસ પણ નથી પરંતુ જે રીતે ICMR અને WHOની ગાઇડલાઇન્સ હશે તે રીતની કામગીરી કરવામાં આવશે જ્યારે મંકી પોક્ષ બાબતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની બેઠક પણ યોજીને ચર્ચા કરવામાં આવી છે.