ETV Bharat / state

પૂર્વ IPS વણઝારા એન્કાઉન્ટર કેસમાં દોષમુક્ત, નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા - D. G. Vanazara

ગાંધીનગરઃ રાજ્યમાં ચકચાર મચાવનાર તુલસી પ્રજાપતિ અને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી વણઝારાને કોર્ટે રાહત આપતા દોષમુક્ત કર્યો છે. ત્યારે વણઝારાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ઢોલ નગારા વાગાડી તેમના સમર્થકો દ્વારા મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યુ હતું. વણઝારાને આ કેસમાં રાહત મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વણઝારાના નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા
author img

By

Published : May 2, 2019, 10:29 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર-19માં આવેલા પૂર્વ IPS ડી.જી વણઝારાના પરિવારના સભ્યોના ચહેરા પર ખુશીની લાલી જોવા મળતી હતી. જ્યારે સમર્થકો દ્વારા ઢોલ-નગારા વગાડી ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને 'વણઝારા સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે' ના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ક્ષણે ડી.જી.વણઝારાએ કહ્યું હતુ કે, આજે અમારી સાથે ન્યાય થયો છે અત્યાર સુધી પોલીસ સાથે અન્યાય થતો હતો. જે એકાઉન્ટર કરવામાં આવ્યા હતા, તે ફરજના ભાગરૂપે કરાયા હતા.

પૂર્વ IPS વણઝારા એન્કાઉન્ટર કેસમાં દોષમુક્ત

તેમણે વધુમા કહ્યું કે, "8 વર્ષ હું જેલમાં રહ્યો છું અને એક વર્ષ ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં રહ્યો છું, પરંતુ કહેવત છે 'ભગવાનના ત્યાં દેર છે અંધેર નહીં' મેં જે ભગવાન પર વિશ્વાસ રાખ્યો હતો તે આજે ચરિતાર્થ થયો છે." વણઝારાએ પણ પોતાની ઉપર લાગેલા આરોપમુક્ત થતા ખુશી વ્યક્ત કરી હતી.

Intro:હેડિંગ) પૂર્વ આઈપીએસ વણઝારા દોષમુક્ત થતા તેમના નિવાસ સ્થાને ઢોલ-નગારા વાગ્યા

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર તુલસી પ્રજાપતિ અને ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારાની કોર્ટે મોટી રાહત આપતા દોષમુક્ત જાહેર કર્યા છે. ત્યારે વણઝારાના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને ઢોલ નગારા વાગ્યા હતા અને પોતાના સમર્થકો દ્વારા મીઠાઈ વાંચીને મોઢું મીઠું કરાવ્યું હતું. તો પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો. ડી.જી. વણઝારાએ કહ્યું કે, તમામ એનકાઉન્ટર સાચા હતા. અત્યાર સુધી અમને અન્યાય થતો હતો પરંતુ આજે પોલીસ સાથે ન્યાય થયો છે.

Body:ગાંધીનગર શહેરના સેક્ટર 19માં આવેલા પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારાના નિવાસ્થાને આજે ખુશીનો માહોલ જોવા મળતો હતો પરિવારના સભ્યોના ચહેરા ઉપર ખુશીની લાલી જોવા મળતી હતી. જ્યારે સમર્થકો દ્વારા ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા. ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને વણઝારા સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ડી.જી.વણઝારા એ કહ્યું કે આજે અમારી સાથે ન્યાય થયો છે અત્યાર સુધી પોલીસ સાથે અન્યાય થતો હતો. જે એકાઉન્ટર કરવામાં આવ્યા હતા, તે ફરજના ભાગરૂપે કરાયા હતા.

Conclusion:તેમણે કહ્યું કે આઠ વર્ષ જેલમાં રહ્યો છું અને એક વર્ષ ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં રહ્યો છું. પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે, ભગવાનના ત્યાં દેર છે અંધેર નહીં તેની ઉપર વિશ્વાસ રાખ્યો હતો જે આજે ચરિતાર્થ થયો છે. ડી.જી.વણઝારા એ પણ પોતાની ઉપર લાગેલા આરોપમુક્ત થતા ખુશી વ્યક્ત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.