ETV Bharat / state

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની આજે અંતિમ યાત્રા - gujarat news

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ગુજરાતના ચાર વખત મુખ્યુપ્રધાન રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનુ ગઈકાલે શનિવારના રોજ ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.આજે તેમની અંતિમ યાત્રા યોજાશે.

madhavsinh solanki
madhavsinh solanki
author img

By

Published : Jan 10, 2021, 3:46 PM IST

  • પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા
  • કોંગ્રેસ ભવન લઇ જવાશે માધવસિંહનો પાર્થિવ દેહ
  • અમદાવાદ ખાતે કરાશે અંતિમ સંસ્કાર

ગાંધીનગરઃ માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી બપોરે વિદેશથી પરત ફર્યા બાદ બપોરના અંતિમ સંસ્કાર વાહનમાં તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ, કોબા સર્કલ ,વિસત સર્કલ થઈ આશ્રમ રોડથી તેમના નશ્વર દેહને કોંગ્રેસ ભવન લઈ જવાશે. જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ત્યારબાદ વી.એસ હોસ્પિટલની પાછળ તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અંતિમ યાત્રા

માધવસિંહ પીઢ અને અનુભવી નેતા હતા

માધવસિંહ ચાર વખત મુખ્યમંત્રી અને એક વખત વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે. તેમને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા નેતાઓ સાથે કામ કર્યું છે. તેઓ ગુજરાતમાં 'ખામ' ઠુયારી માટે જાણીતા હતા.

વી. એસ. હોસ્પિટલની પાછળ અંતિમ સંસ્કાર

અમદાવાદના વીએસ હોસ્પિટલની પાછળ આવેલ સ્મશાન ગૃહ ખાતે માધવસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.