- રાજ્યમાં ગ્રામ્ય ચૂંટણીના ફોર્મ ભરવાના શરૂ
- 10,879 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી
- 9 ડિસેમ્બરના રોજ થશે ચૂંટણી
- 54,387 મતપેટીઓ મતદાન પ્રક્રિયામાં મુકાશે
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રારંભ(Gram Panchayat Election 2021) થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં 9 ડિસેમ્બરના રોજ 10 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચની ચૂંટણી(Sarpanch Election) યોજાશે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આજથી ઉમેદવારી ફોર્મ(Election subscription) ભરવાની કવાયત શરૂ કરવામાં આવી છે, આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાનું શરૂ થશે જ્યારે 6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 7 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચી શકશે.
કોઈ પક્ષના નેજા હેઠળ નથી થતી ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ થશે એટલું જ નહીં પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવાનું આજથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ આવતી નથી તેમ છતાં પણ અનેક પક્ષો દ્વારા પાછલા બારણે હસ્તક્ષેપ કરીને પંચાયતો પર રાજકીય કબજો મેળવવાના પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાર મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) આવી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી ગ્રામ વિસ્તારની ચૂંટણી મહત્વની સાબિત થશે.
કેટલા મતદારો કરશે માતાધિકારનો ઉપયોગ?
9 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા(voting process) હાથ ધરવામાં આવશે. જેમાં બે કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો ઉપર 54387 મતપેટીઓ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં EVMથી(Electronic Voting Machine) ઇલેક્શન થતું નથી. જેથી ગ્રામ્ય વિસ્તારોનો ઇલેક્શન બેલેટ પેપરથી કરવામાં આવશે.
રાજ્યની આટલી પોલીસ ફોજ ચૂંટણીની કામગીરીમાં
રાજ્ય ચૂંટણી(State elections) આયોગ દ્વારા ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ કરી દેવામાં આવી છે જેમાં ચૂંટણી માટે એક લાખ 57 હજાર સાતસો 22 જેટલા પોલીસ જવાનો ચૂંટણીની(election Police) કામગીરીમાં જોડાશે આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો મતદાનના દિવસે 2657 ચૂંટણી અધિકારી ઉપરાંત 2990 ચૂંટણી અધિકારી ફરજ બજાવશે.
આ પણ વાંચોઃ Tripura Poll Results : ભાજપનો ક્લીન સ્વીપ, CPI(M)ના સુપડા સાફ, નડ્ડાએ કહ્યું લોકશાહીની જીત
આ પણ વાંચોઃ વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...