ગાંધીનગર કેન્દ્ર સરકાર G 20 સમિટનું (G20 summit 2023) આયોજન કર્યું છે ત્યારે ગુજરાતની (G20 International Summit in Gujarat )વાત કરવામાં આવે તો ગુજરાતના ગાંધીનગર અમદાવાદ સુરત અને બરોડામાં પણ G 20 સમિતિ યોજાવા જઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં G20 સમીટના લોગોનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે G20 સમિટમાં દેશ-વિદેશના ડેલીગેટ ગુજરાતમાં આવશે ( Foreign delegates coming in G20 Summit 2023 )ત્યારે રાજ્ય સરકાર તમામ ડેલીગેટને ગુજરાતના પ્રવાસન સ્થળની મુલાકાત (To visit tourist places in Gujarat )પણ કરાવશે.
આ પણ વાંચો ફેબ્રુઆરીમાં કચ્છના રણમાં આંતરરાષ્ટીય સમીટ, એરપોર્ટની કાયાપલટ કરવા શું છે આયોજન જૂઓ
રાજ્ય સરકારે આપી પ્રવાસન વિભાગને સૂચના સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાતના પ્રવાસન વિભાગને દેશ વિદેશથી G20 સમિટમાં (G20 International Summit in Gujarat )આવનારા ડેલીગેટને ગુજરાતના આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવવાની સૂચના આપી છે. આ માટે ખાસ તૈયારી પણ પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગાંધીનગર ખાતે જે ડેલીગેટ ( Foreign delegates coming in G20 Summit 2023 )આવશે તેઓને પચાસ કિલોમીટરના એરિયાની અંદર જ તેઓને ટુરિસ્ટ સ્પોટ ઉપર લઈ જવામાં આવશે. વિદેશી ડેલીગેટ્સને 1 કલાકના સમયગાળામા અને 50 કિલોમીટરની અંદરના ટુરીસ્ટ પ્લેસ પર લઈ જવામાં આવશે. આમ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલ વિદેશી ડેલીગેટ્સને નજીકમાં આવેલ અડાલજની વાવ અને સૂર્યમંદિર મોઢેરાની મુલાકાત કરાવવામાં આવશે. ધોરડો ખાતે પણ G20 સમીટ એક બેઠક છે ત્યારે ત્યાંના ડેલીગેટ્સની મુલાકત કચ્છના રણની (G20 Summit in Kutch desert in February ) કરાવવામાં આવશે.
આ પણ વાંચો અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે G20ની બેઠક િવશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ બેઠકનું (G20 Summit at SOU )આયોજન કેન્દ્ર સરકારે દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે જે પણ ડેલિગેટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહેશે. તેવા તમામ ડેલીગેટને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અને આસપાસના પર્યટન સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. જ્યારે સુરત અને બરોડામાં જે G 20 સમિટની (G20 International Summit in Gujarat )બેઠકમાં હાજર રહેશે. તેઓને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાશે.
ગુજરાતમાં કયા મુદ્દે G20 સમિટ યોજાશે ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, (G20 International Summit in Gujarat )અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-40 (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે. જેમાં G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે..