ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં અયોધ્યામાં રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે બાધા હવે પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહે તેમના 92 વર્ષના માતા કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમના દીકરાની દીકરી ચિરંજીવી યશોધરાએ પણ મીઠાઇ ખવડાવી હતી. 16મી સદીથી અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા જજમેન્ટની સાથે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે પોતાનો નિર્ણય આપી દીધો છે.
જે અંતર્ગત છેલ્લા 29 વર્ષેથી ભુપેન્દ્રસિંહ કોઈ પણ જાતની મીઠાઈ ખાતા નથી. જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990 માં રથયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારે તે યાત્રામાં હું પણ સામેલ થયો હતો. મેં ભગવાન ની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં .આજે 29 વર્ષે બાદ મારી બાધા પૂર્ણ થઈ છે. અયોધ્યા જવાની ઇચ્છા વ્યકત કરી હતી.