ગાંધીનગરમાં હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, NRCબિલથી લોકો ખુશ છે. આ બિલનો વિરોધ પ્રજા નહીં પણ કોંગ્રેસ કરી રહી છે. તેની સાથે અમુક સ્ંસ્થાઓ તેનો વિરોધ કરે છે. સરકારના હિમતભર્યા નિર્ણયથી વિરોધ ડઘાઇ ગયો છે. હેલ્મેટ બાબતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રઘાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવયો છે. હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો નથી.
સાંભળો શું કહ્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ...