ETV Bharat / state

MoU : ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા એમઓયુ કર્યા, જીસીસી વિશે વધુ જાણો

વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં કંપનીનું પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ( GCC ) સ્થાપવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં છે. ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના વડા પણ ઉપસ્થિત હતાં. જીસીસી શું છે વિગતે જાણો અહેવાલમાં.

MoU : ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા એમઓયુ કર્યા, જીસીસી વિશે વધુ જાણો
MoU : ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા એમઓયુ કર્યા, જીસીસી વિશે વધુ જાણો
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 2:41 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયાં હતાં. IT/ITeS પોલિસીને પ્રતિસાદરુપે 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયાં હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું. ક્રાફ્ટ હેઈન્ઝ પહેલું જીસીસી શરુ ક્રાફ્ટ હેઈન્ઝે અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ( GCC) નો પ્રારંભ કરાવાયો હતો.

અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર : આ તકે જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ' આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત 'ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ હેતુસર મજબૂત નીતિ ઘડતર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે. આ પોલિસીને અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે અને રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં દેશનું પહેલું જીસીસી : આ શ્રેણીમાં વધુ એક સફળતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગને મળી છે. તદ્અનુસાર વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝએ ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે. તેમજ આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1,800થી વધુ વ્યવસાયિકોની ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં કામગીરીના વિસ્તરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અવસરે મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવો અને વરિષ્ઠ સચિવો અને એમએયુ કરનારી કંપનીના પ્રતિનિધિઓ સહભાગી થયા હતાં.

ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનસ માટેના સાનુકૂળ વાતાવરણની પ્રતીતિનું ઉદાહરણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત થકી વધુ એકવાર પ્રસ્થાપિત થયું છે....ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન )

ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના વડા સર્જ ડી વોસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. ક્રાફ્ટ હેઇન્ઝનું ભારતમાં આ પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે જેનો પ્રારંભ ગુજરાતમાં થયો છે.

ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર
ગાંધીનગરમાં એમઓયુ પર હસ્તાક્ષર

6 મહિનામાં સેન્ટર ઊભું થયું : ક્રાફટ હેઇન્ઝ શ્રી સર્જ ડી વોશે મુખ્યપ્રધાન સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આવા કેન્દ્રની સ્થાપના અંગે પ્રારંભિક ચર્ચા કર્યા પછી ક્રાફ્ટ હેઈન્ઝે તરત જ નિર્ણય લીધો અને 6 મહિનામાં રાજ્યમાં તેમના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના કરી છે. તેમજ વધુ રોજગાર અને રોકાણ માટે આજે ગાંધીનગર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં.

અમદાવાદમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપવા માટે તેઓ ગુજરાત સરકાર સાથે તેમની ભાગીદારીની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. શહેરનું સ્ટ્રેટેજિક લોકેશન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ ટેલેન્ટ પૂલ કંપનીના આઈટી, એનાલિટિક્સ, ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ, ફાઈનાન્સ અને સપ્લાય ચેઈનમાં મહત્વાકાંક્ષી પ્રયાસો માટે એક આદર્શ પસંદગી છે...સર્જ ડી વોસ (વડા, ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ)

ઇનોવેટર્સ સાથેની ભાગીદારી : ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ ક્રાફ્ટ હેઇન્ઝના મોટા પરિવર્તનમાં નવીનતમ પગલું છે. કંપની તેની ટેક્નોલોજી ક્ષમતાઓને ટેક્નોલોજી જાયન્ટ્સ અને અત્યાધુનિક ઇનોવેટર્સ સાથેની ભાગીદારી દ્વારા વિસ્તૃત કરી રહી છે. આ ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવવા ક્રાફ્ટ હેઇન્ઝ તેની વૈશ્વિક કામગીરીમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા અને સર્વિસ ડિલિવરી ચલાવવા માટે ઉભરતી ટેક, ડેટા એનાલિટિક્સ અને ચપળ પદ્ધતિઓનો ઉપયોગ કરશે. તેઓ ગુજરાતમાં પ્રતિભાની ગુણવત્તાથી ખૂબ પ્રભાવિત થયા છે એમ સર્જ ડી વોસે ઉમેર્યું હતું.

જરાતમાં કામગીરીના વિસ્તરણ માટે એમઓયુ
જરાતમાં કામગીરીના વિસ્તરણ માટે એમઓયુ

જીસીસી શું છે ? ઉલ્લેખનીય છે કે ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) એ એક વિકસિત સુવિધા છે જે આઈટી, ફાઇનાન્સ, જીબીએસ, સપ્લાય ચેઇન વગેરે જેવા ચોક્કસ વ્યવસાયિક કાર્યોને કેન્દ્રીય અને વધારવા માટે સ્થાપિત કરવામાં આવી છે. જે સ્થાનિક પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ કરીને ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

  1. Surat News : વાંસીબોરસીમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક બનાવવા એમઓયુ સંપન્ન, પીયૂષ ગોયલે ચોમુખી વિકાસનો લાભ ગણાવ્યો
  2. Filmfare MoU : જાન્યુઆરી 2024માં ગુજરાતમાં યોજાશે ફિલ્મ ફેર એવોર્ડઝ, સરકારનું આવું છે આયોજન
  3. Gujarat Shell Energy : શેલ એનર્જી ગુજરાતમાં કરશે 3500 કરોડનું રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલનું કામકાજ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.