ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની અસરને લઇને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સોમવારે વધુ 5 જેટલા પોઝીટીવ કેસ ભાવનગરમાંથી સામે આવ્યા છે, જે તમામ ચેપ લાગવાના કારણે કોરોના વાઈરસના કેસ નોંધવામાં આવ્યા છે. જેને કારણે આ તમામ વિસ્તારને રાજ્ય સરકારે કોર્ડન કરી દીધો છે. જ્યારે ભાવનગરમાં તમામ લોકો અત્યારે સુરત તરફથી આવ્યા હોવાની વિગતો પણ આરોગ્ય વિભાગને સામે આવી છે.
ઉપરાંત ગઈકાલે કોરોનાવાયરસના કારણે ભાવનગરમાં એક મહિલાનું મોત નિપજયું હતું. પરંતુ મહિલાના મોત બાદ જે પ્રોટોકોલ જાળવવાનો હોય છે. તે પ્રોટોકોલ જાળવ્યો ન હોવાની વિગતો પણ સામે આવી હતી. જેથી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ભાવનગર કલેકટર સાથે વાતચીત કરીને સમગ્ર મામલે તપાસ કરવાનું પણ સૂચના આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ માટે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવશે. અમદાવાદની એચ વી પી હોસ્પિટલમાં વધુ દર્દીઓ આવતા હોવાના કારણે ત્યાં એક ખાસ લેબોરેટરી ઊભી કરીને કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ શરૂ કર્યું છે. ત્યારે, અમદાવાદમાં પણ ૫૦ લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં સૌથી વધુ ૨3 કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદમાં હજુ 3,690 લોકો કરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા છે.
આમ આજે સમગ્ર રાજ્યમાં કુલ પાંચ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી ગુજરાતમાં પોઝિટિવ નો આંક 69 સુધી પહોંચ્યો છે જ્યારે પોતાના વાયરસના કારણે કુલ છ લોકોના મોત નિપજ્યા હોવાનું પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું.