ગાંધીનગર :ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગાંધીનગર શહેરમાં આગના બનાવ સામે આવી રહ્યા છે. ગઈકાલ શનિવારે શાહપુર પાસે એક ટ્રકમાં આગ લાગી હતી. ત્યારે રવિવારે ઉદ્યોગ ભવનમાં આવેલી GIDC કચેરીની રિકવરી બ્રાંચમાં એકાએક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, દૂર દૂર સુધી તેના ધુમાડા સુધી તેના જોવા મળ્યા હતા.
આગ લાગ્ઉયાની ઘટના બનતા ઉદ્યોગ ભવનના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ફાયર ઓફિસર મહેશ મોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ આગ એટલી વિકરાળ હતી કે, અમદાવાદ અને કલોલ, માણસા, પેથાપુર ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું કે, ચાર વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડ પર ફોન મળ્યો હતો. આગ ખૂબ જ લાગી હતી, જેને લઇને ગાંધીનગર કલોલ અને અમદાવાદના 6 વાહનો બોલાવવામાં આવ્યા હતા. ત્રણ કલાકની મહેનત બાદ આગને કંટ્રોલ કરવામાં આવી હતી. બીજી તરફ જીઆઇડીસીની ફાયર સિસ્ટમ ખાડે ગયેલી જોવા મળી છે.