ETV Bharat / state

ગાંધીનગરમાં જાહેરમાં થૂંકનાર 20 લોકો પાસેથી 10 હજાર દંડ વસુલાયો

author img

By

Published : Mar 18, 2020, 7:28 AM IST

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જાહેરમાં થુંકવા ઉપર અંકુશ મુકવા જારી કરાયેલી માર્ગદર્શિકાનો અમલ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મંગળવારથી શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ 20 લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

gandhinagar
gandhinagar

ગાંધીનગરઃ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જાહેરમાં થુંકવા પર અંકુશ મુકવા જારી કરાયેલી માર્ગદર્શિકાનો અમલ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મંગળવારથી શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જાહેરમાં થુંકનારા 20 વ્યક્તિઓ ઝપટે ચઢી ગયા હતાં. તેમની પાસેથી રૂ. 500નો દંડ વસૂલ કરાયો હતો. તેની સામે દંડ પેટે કુલ રૂ.10 હજારની રકમ વસૂલ થઇ હતી.

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરકારના આદેશ મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાટનગરમાં મંગળવારથી કર્મચારીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જાહેરમાં નહીં થુંકવા માટે ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરો અને જાહેર સ્થળો ઉપર જનજાગૃતિ માટે મંગળવારે 25 ટીમોને કામે લગાડવામાં આવી હતી. જે દરમિયાન 20 વ્યક્તિ તંત્રની નજરમાં આવી હતી. જેમાં સેક્ટર-21 અને સેક્ટર-6માંથી વધુ લોકો દંડાયા હતાં.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયુ છે કે, જાહેરમાં થુંકવાની કુટેવ ઉપર કાબુ મેળવવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. બુધવારે સવારથી સમગ્ર જિલ્લાના શહેરી, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ટીમો કામે લાગી જશે. નિયમનો કડક અમલ કરવા માટે જાહેરમાં થુંકનારાઓ પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવશે. તેની સાથે કોરોનાને પ્રસરતો અટકાવવાના ઉપાયો અંગે પણ નાગરિકોને જાણકારી આપવામાં આવશે.

બીજી તરફ ગાંધીનગર એસટી ડેપોમાં મંગળવારે એક જ દિવસે 100 બસોને ફિનાઈલ અને પાવડરથી ધોવામાં આવી હતી. જ્યારે એસટી ડેપોમાં આવતા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. મુસાફરોને કોરોના વાયરસની લઈને જાણકારી પણ આપવામાં આવતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.