ગાંધીનગર : કેન્દ્ર સરકારના 3 ટકા અને રાજ્ય સરકારના 4 ટકા એવી ટૂંકી વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પણ 1 વર્ષથી ચૂકવણી થઈ નથી. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં સહકાર ઉદ્દેશ ભાગી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર થતા પરીક્ષા રદ્દ થાય છે, પરંતુ એ પછી પરીક્ષાઓ ન લેવાતા યુવાનોની ભરતી થતી નથી.
તેની સાથે અન્ય ધારાસભ્યો દ્વારા ગુહમાં ખનીજ અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હાલના સમયમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારની દાનત બગડતાં જમીન પાણી વિહોણી બનશે તેવું પણ જણાવ્યું હતું.
સરકાર માત્ર નામ બદલવામાં જ અગ્રેસર છે. એવું કહી જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં અનેક અંધશાળાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ આ સરકાર નામાકરણમાં જ અગ્રેસર છે. દિવ્યાંગોનું નામ આપી તેમને પ્રત્યેક ખોટી લાગણી દર્શાવી રહી છે. તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી આપી તેમનો જસ ખાટવાનો પ્રયત્ન કરી રહી છે. હવે દિવ્યાંગોએ તેમનું ત્રીજું નેત્ર ખોલવાની જરુર છે.