ETV Bharat / state

ખેડૂતો આનંદોઃ સિંચાઈ માટે વધુ 20 દિવસ નર્મદાનું પાણી આપવામાં આવશે: નીતિન પટેલ

રાજ્યમાં મોટાપ્રમાણમાં રવી પાકનું વાવેતર થયું છે. ત્યારે સરદાર સરોવર બંધમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, નર્મદાના પાણીનો સમયગાળો લંબાવવામાં આવે. આ માગણી સ્વીકારતાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આજે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં વધુ 20 દિવસ નર્મદાનું પાણી આપવામાં આવશે. જ્યારે આણંદમાં કડાણા બંધનું પંદર દિવસ સુધી પાણી અપાશે.

ખેડૂતોને આનંદોઃ નર્મદાનું વધુ 20 દિવસ પાણી મળશે તો આણંદમાં કડાણાનું પાણી અપાશે, નાયબ સીએમે કરી જાહેરાત

author img

By

Published : Mar 17, 2020, 3:42 PM IST

Updated : Mar 17, 2020, 4:21 PM IST

ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કહ્યું કે, નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે 15 માર્ચ સુધી જાહેરાત થઈ હતી. સરકારને નર્મદાનું પાણી વધુ 15-20 દિવસ મળે તે માટે રજૂઆત થઈ હતી. જેને લઇને આજે નિર્ણય કર્યો છે કે 20 દિવસ વધુ પાણી આપવામાં આવશે. નર્મદા કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે પાણી અપાશે. તળાવોમાં પાણી મળશે જેનાથી પશુપાલકોને પણ લાભ થશે. મહી નદી પર કડાણા બંધમાંથી જે પાણી આપવામાં આવે છે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વધુ 15 દિવસ સિંચાઈ માટે પાણીનો કમાન્ડ વિસ્તારમાં લાભ મળશે.

નર્મદાનું વધુ 20 દિવસ પાણી મળશે તો આણંદમાં કડાણાનું પાણી અપાશે

વધુમાં તેમણે અન્ય મુદ્દે પણ જવાબ આપ્યાં હતાં. કોરોના વાયરસ દહેશત ફેલાવી રહ્યો છે ત્યારે વેપારીઓ નફાખોરી કરી રહ્યાં હોવાની રાવ સંદર્ભે તેમણે કહ્યું કે, કેટલીક ચીજવસ્તુઓની કિંમત નક્કી હોય છે, કોરોના વાયરસના કારણે નાગરિકો માસ્ક ખરીદી કરી રહ્યાં છે, જે વેપારીઓ વધુ ભાવ લઈ રહ્યાં છે તે ધ્યાને આવ્યું છે. નક્કી કરેલા ભાવ પ્રમાણે માસ્ક વિતરણ કરવામાં આવે તેવી કાળજી લેવા સૂચના અપાઈ છે.

વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા કોરોના વાયરસ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યુ કે, કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો જયપુરના રિસોર્ટમા રોકાયાં છે. રાજસ્થાનમાં પોઝિટિવ કેસ આવેલાં છે, માટે આ સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા કરે માટે તેના અનુસંધાનમાં આરોગ્યપ્રધાન તરીકે વિચારણા કરું છું કે અશોક ગહેલોતને ઇ મેઈલ કરીશ કે રિસોર્ટમાં ધારાસભ્ય રોકાયાં છે ત્યાં કોરોનાની અસર થાય તેવી સ્થિતિ છે તો સભ્યોની જાળવણી કરે. રિસોર્ટમાં રોકાયાં છે તેમને ઇન્ફેક્શન ન થાય. આ સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા અમારો વિષય છે માટે રાજસ્થાનના મુખ્યપ્રધાનને ઈ-મેઈલ કરીશું.

Last Updated : Mar 17, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.