ETV Bharat / state

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત એકસપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન, MSME સેક્ટરને મળશે વૈશ્વિક મંચ - MSME સેક્ટરને મળશે વૈશ્વિક મંચ

વર્ષ 2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં પ્રી-એક્સપોર્ટ વાઈબ્રન્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તકે સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. ગુજરાતના નાના અને મધ્ય ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ પ્રાપ્ત થાય તે માટે પ્રી-એક્સપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

એકસપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન
એકસપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 3:56 PM IST

MSME સેક્ટરને મળશે વૈશ્વિક મંચ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 માં 9 થી 11 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓની હાજરીમાં કરવામાં આવશે. ત્યારે ગુજરાતના નાના અને મધ્ય ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત પ્રી-એક્સપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રી-એક્સપોર્ટ વાઈબ્રન્ટ ઈવેન્ટ : ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં 5 ડિસેમ્બરના રોજ પ્રી-એક્સપોર્ટ વાઈબ્રન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને પ્રી-એક્સપોર્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના MSME ઉદ્યોગકારોને વૈશ્વિક રીતે અને વૈશ્વિક બજારમાંથી વધુમાં વધુ ફાઇનાન્સ ઉપલબ્ધ થાય, માર્કેટ એક્સેસ કરી શકાય અને ફાઇનાન્સિયલ બેકઅપ થઈ શકે તે માટેનું આયોજન છે.

MSME સેકટર મળશે વૈશ્વિક મંચ : રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું MSME સેકટર અને ગુજરાતની લોકલ બ્રાન્ડ ગ્લોબલ સુધી પહોંચે તે રીતનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે હાલમાં સમગ્ર દેશના એકસપોર્ટમાં ગુજરાતનો હિસ્સો 33 ટકા છે. જેને આગામી દિવસોમાં વધારવામાં આવશે. આમ જ્યારે ગુજરાતના 1600 કિલોમીટર દરિયાકિનારે આવેલ પોર્ટનો મહત્વ ઉપયોગ કરીને વધુમાં વધુ ગુજરાતની લોકલ પ્રોડક્ટને ગ્લોબલ સુધી પહોંચાડવાનું આયોજન છે.

ડિજિટલ ટ્રેડ મુદ્દે ચર્ચા : પ્રી વાઈબ્રન્ટ એકસપોર્ટ સમિટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવશે. જ્યારે કાર્યક્રમમાં હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ પણ ઉપસ્થિત રહેશે.આ કોન્ફરન્સમાં ગુજરાતનું MSME સેકટર આગળ આવે અને ગ્લોબલ માર્કેટમાં ડિજિટલ ટ્રેડને વધુ પ્રાધાન્ય મળે એ હેતુથી ડિજિટલ ટ્રેડ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત ગ્રોથ એન્જીન ઓફ વિકસિત ભારત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2047 માં સમગ્ર વિશ્વમાં ભારત દેશની ઇકોનોમી પ્રથમ સ્થાને લઈ જવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત 2024 માં ગુજરાત ગ્રોથ એન્જિન ઓફ વિકસિત ભારત 2047 થીમ ઉપર અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદમાં 5 ડિસેમ્બરથી પ્રી-વાઈબ્રન્ટ એક્સપોર્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે જાન્યુઆરી 2024 માં રાજ્ય સરકાર દ્વારા આયોજિત થનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને ગુજરાત ગ્રોથ એન્જિન વિકસિત ભારત 2047 ની ટેગ લાઈન આપવામાં આવી છે.

  1. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવશે, ગુજરાતના 3 જિલ્લાના ખેડૂતોને મળશે 24 કલાક વીજળી
  2. વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આપશે 40 હજારની સહાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.