ETV Bharat / state

બાળકોને કોરોના રસી આપવા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી ડેટા મેળવાશે, 15 દિવસમાં તમામ બાળકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક - કેન્દ્ર સરકાર બાળકો માટે

સમગ્ર દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા થોડા દિવસો પહેલાં બાળકોની રસી(Children's vaccine)ને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે ગમે તે સમયે બાળકોની રસી આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા થઈ શકે છે. કેન્દ્ર સરકાર જાહેરાત કરે અને સરકાર આયોજન કરે પરંતુ આ વખતે રાજ્ય સરકારે બાળકોના રસીકરણ બાબતે પહેલેથી જ આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં જ્યારથી બાળકો માટે રસીની જાહેરાત થશે ત્યારથી જ ગણતરીના દિવસોમાં જ રાજ્યના તમામ બાળકોને કોરોનાની રસી આપી દેવામાં આવશે એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે.

EXCULSIVE: બાળકોની રસી માટે રાજ્ય સરકારનો શું હશે એક્શન પ્લાન?

author img

By

Published : Oct 23, 2021, 1:37 PM IST

  • રાજ્યમાં બાળકોની વેકસીન ને લઈને રાજ્ય સરકારનું આયોજન
  • 8000 જેટલી આરોગ્યની ટીમ કરશે વેકસીનેશનની કામગીરી
  • શાળામાં જઈને જ આપવામાં આવશે વેકસીનેશન

ગાંધીનગર : રાજ્યના આરોગ્ય વિભાગ(State Health Department) તરફથી મળતી માહિતી મુજબ જો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ બાળકોની રસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે ફક્ત 15 દિવસની અંદર સમગ્ર રાજ્યના તમામ બાળકોને રસીકરણ કરી દેવામાં આવશે આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 8000 જેટલી ટીમને પણ કાર્યરત કરવામાં આવશે અને ટૂંકા ગાળાની અંદર જ એટલે કે ફક્ત પંદર દિવસની અંદર જ રાજ્યના તમામ બાળકોની રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યના 1.25 કરોડ બાળકો

રાજ્યમાં કુલ બાળકોની સંખ્યા(Number of children in the state)ની વાત કરવામાં આવે તો એક કરોડ 25 લાખ બાળકોની સંખ્યા અત્યારે હાલમાં નોંધાઈ છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ સંખ્યામાં વધ-ઘટ થઈ શકે છે. રાજ્યમાં અત્યારે કુલ 1.25 કરોડ બાળકો સરકારના ચોપડે નોંધાયેલા છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની રસી માટે કયો ક્રાઈટેરિયા રાખવામાં આવશે તે પણ મહત્વનું રહેશે.

શાળામાં જ જઈને કરવામાં આવશે રસીકરણ

બાળકોની રસી માટે 12 વર્ષથી 18 વર્ષના બાળકોની રસી ટૂંક સમયમાં આવી જશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે તમામ બાળકોને રસી આપવામાં આવશે. આમ શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં રાજ્યના 18 વર્ષથી વધુના તમામ નાગરિકોએ રસીકરણ થઈ ગયું છે. ત્યારે રસી લેનારા માતાપિતા પણ બાળકોને ઝડપથી રસી આપાવશે.

ઝાયકો-ડી રસીને આપવામાં આવી છે મંજૂરી

મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટેની રસી ઝાયકો-ડીને 20 ઓગસ્ટના રોજ મંજૂરી આપવામાં આવી છે જેમાં 12 વર્ષથી વધુની વયના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં દેશના અલગ અલગ જગ્યાએ બાળકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝાયડસની ઝાયકો-ડી બાળકોની રસીને મંજૂરી આપવામાં આવી હતી.

દુખાવા અને નિડલ રહિત વેકસીન

બાળકોની રસીની વાત કરવામાં આવે તો 20 ઓગસ્ટના રોજ ડેટા સેફટી મોનીટરીંગ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રવિણ નગરએ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જે રસી આપવામાં આવે છે તે ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે. વેક્સિન ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે. જેમાં ઇન્જેક્ટર આપવામાં આવશે જેથી રસી આપતા સમયે રસી લેનારને કોઈપણ પ્રકારનો દુખાવો થશે નહીં. આ ઉપરાંત રસી લીધા બાદ અત્યારે જે રીતે હાથમાં દુખાવો થાય છે તેવી પણ ફરિયાદ આવશે નહીં.

આ પણ વાંચોઃ બાળકોને ન્યુમોનિયા-મગજના તાવ સામે સુરક્ષા માટે મળશે ન્યુમોકોકલ કોંજુગેટ રસી,આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞનો પ્રારંભ

આ પણ વાંચોઃ કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.