ETV Bharat / state

Exam Fever 2022 : રાજ્યમાં નોટરીની ભરતી, 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે શરૂ - Exam Fever 2022

ગુજરાતમાં સરકારી નોટરીની રાજ્ય સરકારે ભરતી (Notary Recruitment 2022)બહાર પાડી છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા સરકારી નોટરીની ભરતી કરવામાં આવી ન હતી. ત્યારે ખાલી પડેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.રાજ્યમાં 1660 જેટલી સરકારી નોટરીની (Exam Fever 2022) જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

Exam Fever 2022 : રાજ્યમાં નોટરીની ભરતી, 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે શરૂ

author img

By

Published : May 10, 2022, 6:39 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખાલી પડી રહેલી સરકારી નોટરીની (Notary Recruitment 2022)રાજ્ય સરકારે ભરતી બહાર પાડી છે. આ બાબતે રાજ્ય સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પત્રકાર પરિષદ સંબોધી ને જણાવ્યું હતું કે રાજ્યમાં 1660 જેટલી સરકારી નોટરીની(Exam Fever 2022) જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત 1660 હજારથી વધુ અરજીઓ રાજ્ય સરકારના પ્રાપ્ત થઈ હતી અને અંતે 10,427 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.

નોટરીની ભરતી

પ્રથમ તબક્કામાં 5 જિલ્લાઓ - રાજ્યના કેબિનેટ કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા સરકારી નોટરીની ભરતી કરવામાં આવી ન હતી. ત્યારે ખાલી પડેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વધુ આવેદનપત્ર પ્રાપ્ત થયા છે જેમાં દસ હજાર જેટલા આવેદનપત્ર મંજૂરી આપવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની વાત કરવામાં આવે તો બોટાદ, પોરબંદર, તાપી અને છોટાઉદેપુરના ઉમેદવારોની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર અલગ-અલગ જિલ્લાઓને ઉમેદવારનો ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભરતી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રોકાઈ ગયેલું મહત્ત્વનું કામ ફરી થશે શરુ, કેવી રીતે થશે જાણો

16 મે થી શરૂ થશે પ્રક્રિયા - રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે 16મીથી સમગ્ર પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં સરકારી નોટરીની ભરતી પ્રક્રિયા પર પૂર્ણ કરવામાં આવશે. રાજ્યના નોકરી કરતા વકીલો અને મહેસૂલ પ્રધાન અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ થોડા સૂચના આપતાં જણાવ્યું હતું કે કોઈપણ નોટરી પોતાના પાવરનો અને હું ખોટો ઉપયોગ કરી અને ખોટી કોઈપણ પ્રકારની નોટરી કરે નહીં જેથી લોકોને નુકસાન ન થવું જોઈએ ઉલ્લેખનીય છે કે વિદેશમાં જે નોટરી કરવામાં આવે છે તે હંમેશા સાચી હોય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ નોટરી એ પોતાનું કામ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS

24 કાયદામાં સુધારો - રવિવારે રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના 24 જેટલા કાયદામાં સુધારો વધારો કર્યો છે અને જમીન જૂની શરત નવી શરતનો લાગુ કરવામાં આવ્યું છે. આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને જે રીતની તકલીફ પડી રહી હતી અને તેમને તકલીફની ફરિયાદ લઈને તેઓ કલેકટર ઓફિસ અને મામલતદાર કચેરીએ જતા હતા ત્યારે મામલતદાર અને કલેક્ટર બંને અલગ-અલગ કારણો આપીને હજી ને એક ટેબલ થી બીજા ટેબલ તરફ મોકલતા હતા અને લોકોને તકલીફ પડતી હતી ત્યારે આવી તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને 24 બેઠકો કર્યા બાદ આ મહત્વના નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.