રાજ્યના મુખ્ય સચિવ જે. એન સિંઘે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 36 વર્ષ અને નોકરીના સમયગાળા દરમિયાન મને એક સારો અનુભવ થયો છે. જે સમગ્ર જીવનકાળ દરમિયાન મને યાદ રહેશે. ગુજરાતના મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય, કુદરતી આપદા હોય કે પછી કોઇપણ સમસ્યા આવી હોય તેનું આ અજોડ ઉદાહરણ છે. કમોસમી વરસાદની વાત હોય કે પછી મુશળધાર વરસાદની વાત હોય ત્યારે પણ લોકોના હિતને લઇને જ તમામ નિર્ણયો કર્યા છે, ત્યારે ગુજરાત સાથેના સંબંધો મારા અવિરતપણે ચાલુ જ રહેશે અને નિવૃતિ બાદ પણ હું ગુજરાતમાં જ રહીશ. કારણ કે, ગુજરાતમાં 36 વર્ષ સુધી રાજ્યના અલગ-અલગ વિભાગમાં સેવા આપી છે, ત્યારે ગુજરાત હવે મારી કર્મભૂમિ છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત રાજ્ય સમગ્ર બાબત એટલે કે, જળ વ્યવસ્થાપન મેનેજમેન્ટમાં તથા તમામ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રાજ્ય છે.