ETV Bharat / state

Harsh Sanghavi: સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે- હર્ષ સંઘવી - Sanghavi News

નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે તેવું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન અધ્યક્ષે સ્થાને આજે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમ ની કામગીરીની રીવ્યુ બેઠક યોજાઈ હતી.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.

EtHarsh Sanghavi: સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે- હર્ષ સંઘવીv Bharat
Harsh Sanghavi: સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે- હર્ષ સંઘવી
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 12:29 PM IST

ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સમગ્ર પોલીસ દળ એક યુનિક ડીઝાઇન અને કોન્સેપ્ટ સાથે કામગીરી કરશે તો પ્રજાજનોને વધુને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાશે.

બાળકોને શોધવાની કામગીરી: હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ફક્ત નોડલ એજન્સી તરીકે ન રહેતા તેઓએ તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. અભય કોલ પર જ્યારે કોલ આવે ત્યારે જે ટીમ જાય છે. તેમાં શી ટીમનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત એનડીપીએસ અને સાયબર ક્રાઇમની કામગીરીને વધારે અસરકારક અને વ્યાપક બનાવવા સંબંધિત સૂચનાઓ આપી હતી. તેમજ રાજ્યમાં ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.

ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા: આગામી સમયમાં એકશન પ્લાન બનાવી વધુ સઘન કામગીરી કરવા સૂચના આપી હતી. આ રીવ્યુ બેઠકમાં પો.મ.નિ. અને મુ.પો.અ. અને અ.પો.મ.નિ. (સીઆઇડી ક્રાઇમ) અને સીઆઈડી ક્રાઇમના રાજ્યના તમામ નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારી સમક્ષ સીઆઇડી ક્રાઇમની કામગીરીઓનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને જરૂરી વિગતો પુરી પાડી હતી.

હર્ષ સંઘવીએ કરી ઉજવણી: ભારત દેશના તમામ નાગરિકો માટેની ઐતિહાસિક ક્ષણ સાંજના 6 વાગીને ચાર મિનિટે આવી જ્યારે ચંદ્રયાન ત્રણનું સફળ લેન્ડીંગ થયું. ગુજરાતમાં પણ સરકારના પ્રધાનો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ચંદ્રયાન 3ની લેન્ડિંગની પ્રક્રિયા લાઇવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પોલીસ ભવનમાં અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ બોરીજની પ્રાથમિક શાળામાં ચંદ્રયાન ત્રણનું સફળ લેન્ડિંગ લાઈવ નિહાળ્યું હતું.

  1. Gandhinagar News: ભાવમાં ગેરરીતિ આચરીને ગાંધીનગર મનપામાં ટેન્ડર લેવાનો પ્રયાસ, એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે
  2. Gandhinagar News: ઝવેરી પંચના રિપોર્ટ પર રાજ્ય સરકારની નિષ્ક્રિયતા મુદ્દે કૉંગ્રેસ આકરાપાણીએ, ઓબીસી બચાવો આંદોલન શરૂ કરાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.