રાજય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 3300 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. 108 નંબર પર આવેલા 95% જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાંજ પ્રતિસાદ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. દર 25 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે. 11 વર્ષ 11 મહિનાના સમયગાળામાં 1 કરોડ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 1.4 લાખથી વધુ પોલીસ અને 5.4 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે.
એક કરોડ કરતા વધુ ઇમરજન્સી કેસમાં પ્રતિસાદ આપવામાં આવે છે. મુખ્ય મેડિકલ ઇમરજન્સી કેસોમાં ગર્ભાવસ્થા સંબંધિત કેસોમાં 35,59,645, માર્ગ અકસ્માત સંબંધિ કેસોમાં 13,41,470, હ્રદય રોગ સંબંધિત કેસમાં 486,736, શ્વાસને લગતા 504,810 કેસોમાં સારવાર પુરી પાડવામાં આવી છે. 11 વર્ષ 9 મહિનાના સમયગાળામાં રાજ્યભરમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સો દ્વારા 30 કરોડથી વધારે કિલોમીટરનું સંચાલન કરીને રોજના સરેરાશ 9700 કરતાં વધારે કૉલ ને પ્રતિસાદ આપવામાં આવે છે. 8.5 લાખ થી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓને બચાવી છે. પ્રતિ કલાકે 13 મહામુલી માનવ જીંદગી બચાવવામાં આવે છે. 108 એમ્બુલન્સ સ્ટાફ દ્વારા 94 હજારથી વધુ પ્રસૂતિઓમાં મદદ. 108 એમ્બુલન્સ શહેરી વિસ્તારમાં શરેરાશ 14 મિનીટ 45 સેકંડ અને ગ્રામ્ય વિસ્તાર માં શરેરાશ 23 મિનીટ 51 સેકન્ડમાં દર્દી સુધી પહોંચે છે. ગુજરાત 108 સેવાના અત્યાધુનિક 24 કલાક કાર્યરત ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કુલ 33 હજાર કરતા પણ વધારે દેશ-વિદેશના લોકોએ રૂબરૂ મુલાકાત લઇને 108ની આ સેવાથી પ્રભાવિત થયા છે.
દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. વ્યૂહાત્મક સ્થળે હાલ 2 (બે) બોટ એમ્બ્યુલન્સ સેવા પોરબંદર અને બેટદ્વારકા ખાતે કાર્યરત કરેલ છે. આ સેવા દ્વારા કુલ 114 જેટલા લોકોને કટોકટીની પળોમાં સેવાનો લાભ મળેલ છે. બોટમાં 1 કેપ્ટન, 3 સહાયક કર્મચારીઓ અને તાલીમબધ્ધ 1 ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન સહિત 5 સભ્યોની ટીમ 24 કલાક કાર્યરત રહેશે. નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા 28 નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજુર કરાઇ છે.