રાજ્યમાં વરસાદી માહોલને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે અસર પડી છે. ભારે વરસાદથી કોઝ-વે પર પાણી ભરાયા છે. જેથી સુરક્ષાના કારણોસર રાજ્યના 221 રસ્તાઓ, 7 જેટલા સ્ટેટ હાઇવે અને આંતરીક 15 જેટલા અન્ય રસ્તાઓ બંધ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો પણ ખોરવાતા રાજ્યના 158 ગામો વિજળી વગર દિવસ રાત વિતાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા મરમત્ત કરીને વિજપુરવઠો ફરી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને કારણે સિંચાઇ વિભાગ દ્વારા કુલ 51 જેટલા જળાશયો અને 6 ડેમને એલર્ટ પર મુક્યા છે. જેથી આસપાસના ગામોને પણ સ્થાનિક તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કુલ 204 જેટલા ડેમમાંથી 6 ડેમમાં 80 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યમાં હાઇએલર્ટ કરાયેલા ડેમ
- કડાણા ડેમ 90.66 ટકા પાણી
- ઉન્ડ1 ડેમ 92.85 ટકા પાણી
- મચ્છુ-1 99.64 ટકા પાણી
- મસ્છુ-2 100 ટકા પાણી
- ચોપરવાડ 100 ટકા પાણી