ETV Bharat / state

રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર યોજાશે 1 માર્ચે ચૂંટણી

કોરોનાની મહામારીમાં ભાજપ અને કોંગ્રેસનાં એક-એક સાંસદે પોતાનો જીવ ગુમાવ્યો હતો માટે ગુજરાતમાં ફરીથી રાજ્યસભાની પેટા ચૂંટણી યોજવાનું નોટિફિકેશન આજે ગુરુવારે સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 માર્ચના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી
author img

By

Published : Feb 4, 2021, 2:01 PM IST

  • 1 માર્ચના રોજ યોજાશે રાજ્યસભાની ચૂંટણી
  • ખાલી પડેલી બેઠકો પર યોજાશે ચૂંટણી
  • રાજ્યસભા સાંસદનું કોરોનાથી થયું હતું મોત

ગાંધીનગર : ગુજરાતના બે રાજ્યસભાના સાંસદોનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ત્યારે ગુજરાતમાં ફરીથી રાજ્યસભાની પેટા ચૂંટણી યોજવાનું નોટિફિકેશન આજે સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 11 તારીખથી નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવશે અને 18 ફેબ્રુઆરીના રોજ દાવેદારી માટેનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે.

ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના એહમદ પટેલનું થયું હતું કોરોનાથી મૃત્યુ

ભાજપ પક્ષના જીતેલા ઉમેદવાર અને રાજ્યસભાના સાંસદ અભય તથા કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલ ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ હતા પરંતુ કોરોનાના કપરા સમય દરમિયાન તેઓનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે ગુજરાતની બે રાજ્યસભાની બેઠકો ખાલી પડતાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતની બે ખાલી પડેલી રાજ્ય સભાની બેઠક પર ચૂંટણીની જાહેરાત કરી છે.

1 માર્ચના રોજ મતદાન પણ અલગ-અલગ મતદાન

1 માર્ચના રોજ મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 1 માર્ચના રોજ ચૂંટણી યોજવામાં આવશે પરંતુ બંને બેઠકો અલગ અલગ નોટિફિકેશનના આધારે ચૂંટણી ભૂતકાળમાં યોજાઈ હોવાથી બંને બેઠકોનું મતદાન પણ અલગ અલગ કરવામાં આવશે. જ્યારે 1 માર્ચના રોજ સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે.

કોરોનાના નિયમો અનુસરવા પડશે

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ચૂંટણીઓ કોરોનાના નિયમો અનુસાર જ કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સભાની ચૂંટણીમાં પણ કોરોના નિયમોનું પાલન કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ વ્યક્તિઓએ ફેસ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યારે થર્મલ સ્કેનીંગ અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ મતદાન મથક ઉપર કરવાની રહેશે. આ ઉપરાંત સામાજિક અંતર પણ રાખવું પડશે.

  • 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે નોટિફિકેશન
  • 18 ફેબ્રુઆરીએ ઉમેદવારી કરવા માટેનો અંતિમ દિવસ
  • 19 ફેબ્રુઆરીએ નોમિનેશન નું થશે સ્ક્રુટીની
  • 22 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ
  • 1 માર્ચે મતદાન
  • સવારના 9 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી યોજાશે મતદાન
  • 1 માર્ચે મતગણતરી થશે શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.