ETV Bharat / state

નવા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મહત્ત્વનો નિર્ણય, કંપની કર્મીઓ આપી શકશે વોટ - Gujarat Election Commission

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના પાટનગર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આગામી ચૂંટણીને લઈને મહત્ત્વનો ડેટા શેર કર્યો હતો. આ સાથે ચૂંટણી વખતે પોલીગ બુથ અને મતદારોને કોઈ મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા અંગે છણાવટ કરી હતી. જોકે, આ સાથે તેમણે દિવ્યાંગો માટેની ખાસ સુવિધા અને ચૂંટણી મુદ્દે ફરિયાદ મામલે ચોખવટ કરી દીધી છે.

નવા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મહત્ત્વનો નિર્ણય, કંપની કર્મીઓ આપી શકશે વોટ

author img

By

Published : Sep 27, 2022, 8:33 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે હતી, બે દિવસમાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને બીજી વખત જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટર સાથે બેઠક યોજીને સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુનેગાર ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમામ ગુનેગાર ઉમેદવારો પોતાના ગુનાઓની જાહેરાત કરવી પડશે.રાજકીય પક્ષ દ્વારા ગુનેગાર આરોપીને કેમ મેન્ડેટ આપવામાં આવ્યું તે પણ જાહેરાત કરવું પડશે.

નવા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મહત્ત્વનો નિર્ણય, કંપની કર્મીઓ આપી શકશે વોટ
નવા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મહત્ત્વનો નિર્ણય, કંપની કર્મીઓ આપી શકશે વોટ

ટર્મ પૂરીઃ ઇલેક્શન કમિશ્નર અનુપચંદ્ર પાંડેએ જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સરકારની ટર્મ 12 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂર્ણ થઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના રાજકીય પક્ષો સાથે બેઠક કરીને સૂચનો લેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના જિલ્લા વડા અને જિલ્લા પોલીસ વડાને કડક આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વર્તમાન પરિસ્થિતિને આધારે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા અને પરિસ્થિતિ મુજબ સંવેદનશીલ મતદાન મથકો બાબતે સૂચના આપવામાં આવી છે.

નવા મતદારો માટેઃ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2023માં જે લોકો 18 વર્ષ કરતાં વધુની ઉંમરના થશે તેઓ પણ પોતાની અરજી કરી શકશે. અમે તેમની અરજી એડવાન્સમાં સ્વીકારીશું, આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ યુવાનો મતદાન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી 10 ઓક્ટોબર, 2022ના રોજ જાહેર થશે. જે લોકો રહી ગયા છે તેઓ ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી ફોર્મ 6 ભરીને પોતાના નામ રજિસ્ટર કરાવી શકશે.

દિવ્યાંગ માટે વ્યવસ્થાઃ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગો મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 1:10ના પ્રમાણમાં રેમ્પ હશે. ઉપરાંત જે દિવ્યાંગ મતદારો 40% થી વધુ દિવ્યાંગતા અધ ધરાવે છે. તેવા મતદારો માટે ફોર્મ 12 D ભરીને વિરુદ્ધ મતદારો કરે બેસીને મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે ઘરે વોટ કરશે ત્યારે વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આ સાથે જે તેમાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિને પણ હાજર રાખવામાં આવશે. દિવ્યાંગ મતદારોની વાત કરવામાં આવે તો કુલ 4,13,866 મતદારો નોંધાયેલ છે. જ્યારે PWD એપ્લીકેશન મારફતે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા મેળવી શકશે.

ફરિયાદ માટે ખાસ વ્યવસ્થાઃ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે સી વિજીલ એપ્લીકેશન મારફતે દારૂ કે રોકડ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરાશે તો 100 મિનિટમાં ફરિયાદને આધારે પગલાં ભરાશે.જ્યારે ગઈ કાલે રાજકીય પાર્ટી સાથે મુલાકાત થઈ જેમાં બસપા , ભાજપ, કોંગ્રેસ, એનસીપી સહિત પ પાર્ટીએ મુલાકાત કરી જેમાં અનેક સુચનો આવ્યા.

મતદાન માટેની કામગીરીઃ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં પોલિંગ સ્ટેશન વેબ કાસ્ટ કરવામાં આવશે જેમાં 50 ટકા જેટલા બુથ પર વેબ કાસ્ટ કરવામાં આવશે. જ્યારે 2 મતદાનના દિવસે કોઈ રાજકીય પાર્ટીના માણસો બુથ પાસે ના આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત સામાન્ય માણસોને કોઈ પણ રીતે રાજકીય પાર્ટીને કારણે હેરાનગતિ ના થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવશે.

ખાનગી ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યવસ્થાઃ રાજ્યમાં મતદાન દિવસે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રાજ્યની ખાનગી કંપની, ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં 500 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આવા કર્મચારીઓને રજા આપવી જોઈએ અને ખાનગી કંપનીએ એક નોડલ અધિકારીની નિમણૂક કરવી જોઈએ. જેથી બીજા દિવસે જો કર્મચારી આવે તો કયા કર્મચારીએ મતદાન કર્યું છે. કયા કર્મચારીઓ મતદાન નથી કરી તેનું પણ લિસ્ટ તૈયાર કરવું જોઈએ. આ બાબતે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા પણ વિશેષ એમઓયુ આવનારા દિવસોમાં કરવામાં આવશે.

ડ્યુટી અંગે વાતઃ ચૂંટણી કામગીરી બાબતે રાજ્યના નિવૃત અધિકારીઓને પોલિંગ સ્ટેશનમાં ડ્યુટી આપવામાં આવશે નહીં,જ્યારે ખાનગી માણસોને મતદાનના કામે ના લગાવવાની વાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જ્યારે EVM મશીનની મુવમેન્ટ, એફએલસી, સ્ટોરેજ વગેરેની માહિતી લેખિતમાં રાજકીય પાર્ટીને અપાશે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના ઈલેક્શન કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસ શરૂ થયો ત્યારે રાજકિય જ્યોતિષોએ ગુજરાત ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે પણ હવે અમે સત્તાવાર જાહેરાત કરીએ છીએ કે અમે હવે હિમાચલ રાજ્ય નો પ્રવાસ કરીશું, ગુજરાત નો પ્રવાસ પૂર્ણ થયો છે અને હવે બંને રાજયના પ્રવાસ પૂર્ણ થયા નાદ દિલ્હીમાં તમામ ફેક્ટર બાબતે ચચર્ચા વિચારણા કર્યા બાદ વિધાનસભા ની ચુંટણી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ચૂંટણીમાં અંડકાકીય માહિતી
પુરુષ મતદારોની સંખ્યા 2,50,06,770, મહિલા 2,33,67,760, દિવ્યાંગ - 4,13,866, 80 વર્ષ કરતાં વધુ - 10,36,459, 100 વર્ષ કરતાં વધુ - 11,842, સર્વિસ ઈલેક્ટર્સ - 28,045, થર્ડ જાતિ - 1291, ઓવરસીસ - 823 છે. કુલ મતદારોઃ 4,83,75,821 (12-08-2022 મુજબ )

બેઠક વિગતઃ જનરલ સીટ - 142, એસસી બેઠક - 13, એસટી બેઠક - 27 કુલ 182

મતદાન મથકો ની વિગતો
મતદાન મથક 51,782
સરેરાશ મતદાન એક બુથ પર - 934
શહેરી વિસ્તારમાં મતદાન મથક - 17,506
ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથક - 34,276
મહિલા સંચાલિત મતદાન મથક - 1274
મોડેલ પોલીંગ સ્ટેશન - 182
50 ટકા (25,891) મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરાશે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં લઈને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા નક્કી થશે
બધા બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.