ગાંધીનગર : શિક્ષણ વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ધોરણ 10 ના બોર્ડ પરીક્ષાના ચકાસણી થયેલા પેપર લેવા ગયેલા સરકારી કર્મચારીને ગાંધીધામ પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં કર્મચારીનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે ગાંધીધામ પાસે ટ્રક અને કારનો અકસ્માત થયો હતો જેમાં ટ્રક ચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો, પરંતુ સારવાર દરમિયાન કર્મચારીનું મોત થયું હતું.
આ સમાચાર આવતા જ શિક્ષણ વિભાગમાં નીરસ માહોલ જોવા મળી રહ્યો હતો સાથે જ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને વાતની જાણ થતાં હવે શિક્ષણ વિભાગ દ્વારા કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવાની પણ ચર્ચા કરવામાં આવી હતી તેવું પણ સામે આવી રહ્યું છે. જ્યારે અકસ્માતમાં થયેલા મોત એ શિક્ષણ વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજવતા હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેપર ની ચકાસણી શરૂ કરવામાં આવી છે, જેમાં 80 ટકા સુધી પેપર તપાસાઈ ગયા છે, ત્યારે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 અને 12નો પરિણામ પણ જાહેર કરવામાં આવશે.