ETV Bharat / state

ગાંધીનગર ક્રાઇમ સિટી બન્યું, ધોળા દિવસે બંદૂકની અણીએ અપહરણ - સૂર્યનારાયણ સોસાયટી

ગાંધીનગર શહેરના સેક્ટર 25 સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા અને કેબલનો વ્યવસાય કરતા યુવકનું વહેલી સવારે પોતાના ઘર આગળથી જ 5 શખ્સોએ બંદૂકની અણીએ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

early-in-the-morning-a-man-was-abducted-in-the-car-at-gunpoint-in-gandhinagar
વહેલી સવારે બંદુકની અણીએ એક વ્યક્તિનું કારમાં અપહરણ
author img

By

Published : Mar 4, 2020, 1:47 PM IST

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાઓલ છેલ્લા 25 વર્ષથી કેબલનો વ્યવસાય કરી રહ્યાં છે, ત્યારે મંગળવારે વહેલી સવારે સવા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘર આગળ બનાવેલા બગીચામાં કામગીરી કરી રહ્યાં હતા. આ દરમિયાન એક કારમાંથી 5 કરતા વધુ શખ્સોએ ધર્મેન્દ્રસિંહ ઘસેડી લઈ ગયાં હતા. આ પરિસ્થિતિને જાણી ગયેલા ધર્મેન્દ્રસિંહ લીમડાના ઝાડને પકડીને ઊભા થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરથી દૂર ઊભી રહેલી અન્ય કારમાં આવેલા અન્ય શખ્સોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતાં.

બીજી તરફ કારમાં બેઠેલા શખ્સોએ બંદૂક અને તલવાર બતાવી હતી. બચાવમાં આવી રહેલા ઘરના સભ્યો સાથે પણ ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહના ભાઈ તેમના પિતા અને તેમનો પુત્ર સહિતના પરિવારજનો બચાવવા દોડી આવ્યાં હતાંં, પરંતુ અપહરણ કરવા આવેલા લોકોએ કારને ભગાડી મુકી હતી. આ બનાવને લઈને સમગ્ર સેક્ટર-25માં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો હતો.

વહેલી સવારે બંદુકની અણીએ એક વ્યક્તિનું કારમાં અપહરણ

બીજી તરફ આ સમગ્ર ઘટના એક CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેને લઈને સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાસકાંઠા દોડી આવ્યો હતો અને CCTV ફૂટેજના આધારે તેમણે અપહરણકારોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી.

અપહરણકારોને લઈને આવેલી કાર ગૌરાંગ પટેલના નામે રજીસ્ટ્રેશન થયેલી છે. આ અંતર્ગત ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગૌરાંગ પટેલને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, ગૌરાંગ પટેલે આ કાર 1 વર્ષ પહેલાં જ વેચી દીધી હતી. અપહરણ થયેલા ધર્મેન્દ્રસિંહ રાઓલે પોતાના પરિવારજનોનો સંપર્ક કરીને કહ્યું હતું કે, હું થોડા સમયમાં ઘરે આવી જઈશ, પરંતુ શાંત ગણાતા ગાંધીનગરમાં હવે દિન-દહાડે ચોરી, લૂંટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે પાટનગર કઈ દિશામાં જઈ રહ્યું છે, તે એક સવાલ ઊભો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.