ગાંધીનગર: કોરોના વાઇરસને કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી રોજી રોટી માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં પણ તમામ રોજગાર બંધ થવાને કારણે લોકોને ચાલતાં-ચાલતાં રાજસ્થાન જવા માટે મજબૂર બન્યાં છે.
સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજ્ય સરકારે પોતાની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બંધ કરી છે. જ્યારે ખાનગી બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં લોકોને ચાલતાં-ચાલતાં રાજસ્થાન જવાનો વાળો આવ્યો છે. ગુજરાતમાં પણ લોકડાઉન હોવાના કારણે તમામ રોજગારો બંધ છે, જ્યારે રાજસ્થાન તરફથી આવતા વધુ લોકો હોટેલ રેસ્ટોરન્ટ અને બિલ્ડીંગ ચણતરમાં વધુ છે. પણ તમામ રોજગાર બંધ થઈ ગયા હોવાને કારણે લોકોને ચાલતાં રાજસ્થાન તરફ જવાનો વારો આવ્યો છે.
ભારત લોકડાઉન: લોકો ગુજરાતથી રાજસ્થાન ચાલીને જવા માટે થયા મજબૂર - લોકડાઉનના કારણે લોકો ચાલીને ધરે જવા થયા મજબૂર
કોરોના વાઈરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગું કારયું છે. જેની સૌથી મોટી અસર શ્રમજીવી પર થઈ રહી છે. ગુજરાતમાં રાજસ્થાનથી રોજી રોટી મેળવવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરાઈ હોવાથી મજૂરો પગપાળા કરીને રાજસ્થાન જવા મજબૂર થયા છે.