ETV Bharat / state

Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે (બુધવારે) કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં માર્ચમાં યોજાનારી બોર્ડની પરીક્ષાના આયોજન અંગે ચર્ચા કરાશે. ઉપરાંત બજેટને લગતી પણ મહત્વની કામગીરીની ચર્ચા થવાની શક્યતા છે.

Gujarat Cabinet Meeting: કાલે કેબિનેટ બેઠકમાં થશે પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો

author img

By

Published : Feb 21, 2023, 7:32 PM IST

Updated : Feb 22, 2023, 11:57 AM IST

ગાંધીનગર: રાજ્યમાં માર્ચ મહિનાથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ આ માટેની તૈયારી કરી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે (બુધવારે) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં પરીક્ષા અંગે ચર્ચા કરાશે. સાથે જ પરીક્ષાનું પેપર વાઈરલ ન થાય તે માટે પણ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર તથા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Budget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ

વિદ્યાર્થીઓને આવકારવા ખાસ આયોજનઃ બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા પણ કેબિનેટ બેઠકમાં ખાસ આયોજન કરવામાં આવશે. તેમ જ પરીક્ષાની શરૂઆતમાં તમામ પ્રધાનોને અમુક શાળાઓની જવાબદારી પણ સોંપવામાં આવશે.

બજેટ પહેલાની અંતિમ કેબિનેટ બેઠકઃ વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ (બુધવારે) બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં બજેટની વાત કરીએ તો, અંતિમ સમયે જે પણ જોગવાઈઓ બાકી રહી હોય અથવા તો તેમાં રકમની વધારો કરવાનો હોય તો તે અંગેનો નિર્ણય પણ બેઠકમાં થઈ શકે છે.

ઈમ્પેક્ટ ફી બાબતે ચર્ચાઃ ગુજરાત સરકારે અનઅધિકૃત બાંધકામના અધિકૃત કરવા ઇમ્પેક્ટ ફીનો કાયદો પસાર કર્યો છે, પરંતુ હજી સુધી બહુ જ ઓછી સંખ્યામાં લોકોની અરજી સરકાર સમક્ષ આવી છે. ત્યારે વધુને વધુ લોકો અરજી કરે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકાર આગામી દિવસોમાં ઈમ્પેક્ટ ફીને ધ્યાનમાં લઈને લોકો વધુ અરજી લરે તે બાબતનું આયોજન કરશે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2023: ભાજપને 156 બેઠક જીતાડનારી પ્રજાની નજર હવે બજેટ પર

પીએમ મોદી અને ઑસ્ટ્રેલિયા પીએમ સુરક્ષા બાબતે ચર્ચાઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે ત્યારે માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ અમદાવાદની મુલાકાતે આવશે અને ટેસ્ટ મેચમાં હાજરી આપશે ત્યારે સુરક્ષા બાબતે પણ ખાસ આયોજનની ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ શકે છે આ ઉપરાંત બંને મહાનુભાવોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને રોડ દસ્તા બાબતનું પણ ખાસ આયોજન કેબિનેટ બેઠકમાં ચર્ચા અથવા તો પ્રોટોકોલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ શકે છે.

Last Updated : Feb 22, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.