ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, જે આજે (31 જાન્યુઆરી)એ પૂર્ણ થતા આશિષ ભાટિયાએ ડીજીપી તરીકે વિદાય લીધી હતી અને રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડીને નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરી છે. ત્યારે પોલીસ ભવન ખાતે આશિષ ભાટિયાએ DGPનો ચાર્જ IPS વિકાસ સહાયને સોંપ્યો હતો.
આ પણ વાંચો In Charge DGP of Gujarat વિકાસ સહાય હવે ગુજરાતના ઈન્ચાર્જ DGP, ટૂંક સમયમાં નવું નામ થશે જાહેર
શું કહ્યું પૂર્વ DGP આશિષ ભાટિયાએ?: ગુજરાતના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયા પોતાના વિદાય સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, હું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. ડીજીપી તરીકે મને કામ સોંપવામાં આવ્યું હતું. નિવૃત્તિના સમયે પણ 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જ્યારે સરકારની સૂચનાનો અમલ કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.
ડ્રગ્સ મામલે પૂર્વ DGPનું નિવેદનઃ તેમણે ઉમેર્યું હતું કે, મારા કાર્યકાળ દરમિયાન ડ્રગ્સ, મિસિંગ ચાઈલ્ડ, મહિલાઓની સુરક્ષા અને ક્રાઈમમાં અલગ અલગ રીતે કામ કર્યું છે. જ્યારે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ નિવારવા માટેની પણ કામગીરી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં જ ગુજરાત રાજ્ય દ્વારા ડ્રગ્સ વિરૂદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે. તેમાં ફક્ત એક જ વર્ષમાં 5,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે
અનેક નવા કાયદાનો કર્યો અમલઃ પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું કે, લેન્ડગ્રેબિંગ કાયદાના અસરકારક ગુજરાતમાં અમલ પણ કરાવ્યો છે. જ્યારે 500 કરોડ રૂપિયાની મિલકતની સ્કીમમાં પણ આરોપીઓની મિલકત ટાંચમાં લઈને જે લોકોને પૈસાની છેતરપિંડી થઈ હતી. તેવા નાગરિકોને પૈસા પણ પરત કરાવ્યા છે. આમ, પોલીસે પોક્સો હેઠળ 140થી વધુ દીકરીઓને ન્યાય પણ અપાવ્યો છે. જ્યારે ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ 7,000થી વધુ કેમેરાનું નેટવર્ક સ્થાપીને વિશ્વાસ પ્રોજેક્ટ પણ વધુમાં અમલી કરવામાં આવ્યો છે. જ્યારે હજી પણ આવનારા દિવસોમાં 10,000 કેમેરા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં લગાવવામાં આવશે જેનાથી ગુનાખેરી ઉકેલવામાં વધુ મદદ મળશે.
નવા ઇન્ચાર્જ DGPએ શું કહ્યું?: નવા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મને ગુજરાતના ગુજરાત રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. તે માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું. મારા માટે સૌભાગ્યની વાત છે કે, મને ગુજરાત પોલીસનો કમાન્ડ સોંપવામાં આવ્યો છે. જ્યારે હવે તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરીશું અને ગુજરાત પોલીસની છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી પણ કરીશું.
પેપર લીકનો ઉકેલ લાવીશુંઃ વિકાસ સહાયઃ તેમણે ઉમેર્યું હતું કે, દરેક બાબતને ધ્યાનમાં રાખીને જનતાની અપેક્ષા પણ પૂરી કરવામાં આવશે. ઉપરાંત ક્રાઈમ અને લૉ એન્ડ ઓર્ડર તથા પોલીસના વ્યવહારની તમામ લોકોને સારી અપેક્ષા હોય છે. તેને પણ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ કામ કરશે. સાથે જ હમણાં જે પેપર લીક થયું છે. જોકે, ભૂતકાળમાં પણ હું પોલીસ ભરતી બોર્ડનો અધ્યક્ષ હતો. ત્યારે તેના અનુભવ લઈને એને અન્ય લોકો સાથે અને પરીક્ષા પછી બોર્ડ સાથે પણ વાતચીત કરી છે અને પેપર લીકનો પણ ઉકેલ લાવીશું.