ETV Bharat / state

પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ

ગુજરાતના દરિયા કિનારે 1992 બાદ પ્રથમવાર વર્ષ 2022માં (Drugs seized at okha dwarka coast) પાકિસ્તાનથી હથિયાર સાથે ડ્રગ્સની હેરાફેરી સામે આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરીને 40 કિલો હેરોઇન કિંમત 280 કરોડનું ડ્રગ્સ તેમજ હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે વર્ષ 2019થી 2022 સુધીમાં ગુજરાતમાંથી ક્યારે કેટલો જથ્થો પકડાયો જૂઓ. (DGP Ashish Bhatia on Drugs seized)

પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ
પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ
author img

By

Published : Dec 27, 2022, 6:17 PM IST

Updated : Dec 27, 2022, 7:45 PM IST

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનું નિવેદન

ગાંધીનગર : ગુજરાતના દરિયાકિનારે અને આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી વર્ષ 2022 દરમિયાન 2120.825 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો (Drugs seized at okha dwarka coast) ઝડપાયો છે, ત્યારે ગઈકાલે ગુજરાત ATS અને INDIA COST GARD દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને 40 કિલો હેરોઇનની કુલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના 280 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 5 દિવસ સુધી ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સર્વેલન્સ કર્યા બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું નિવેદન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યું છે. (DGP Ashish Bhatia on Drugs seized)

1992 પછી પ્રથમ વખત બની ઘટના રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1992 બાદ પ્રથમ વખત વર્ષ 2022માં પાકિસ્તાનથી હથિયાર સાથે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના જોઈન્ટ ઓપરેશનના કારણે ગુજરાતના ઓખા બંદર ખાતે આવનારી પાકિસ્તાની બોટને ગુજરાતના દરિયા કિનારે જ ઝડપી લેવામાં આવી છે. જ્યારે કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરીને બોટને આંતરી લેવાઈ હતી, પરંતુ બોર્ડ ખરાબ હોવાના કારણે બોટને ત્યાં છોડીને કોસ્ટગાર્ડે છ આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (Coastguard seized drugs from Okha port)

5 દિવસ પહેલા મળી હતી બાતમી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને પાંચ દિવસ પહેલા જ બાતમી મળી હતી. જેમાં પાકિસ્તાન સ્થિત હાજી સલીમ બલોચ વાળા નામનો ડ્રગ્સ માફિયા બલોચિસ્તાનથી પાકિસ્તાનના કરાચીની પાસે આવેલા પસ્તી બંદરથી અલ સોહેલી નામની પાકિસ્તાની બોટમાં ઈસ્માઈલ સરફાલ જેવો બલોચિસ્તાનનો રહેવાસી અને તે બોટનો ટંડેલ પણ છે. તે હિરોઈન અને ગેરકાયદેસર હથિયાર ભરી ગુજરાતના ઓખા દરિયા કિનારા મારફતે ગુજરાતમાં ઉતારી ભારતના કોઈ સ્થળે મોકલવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. (Okha port Pakistani boat)

ફાયરિંગની ઘટના વધુમાં ભાટિયાએ જણાવ્યું હતું કે, જે અંતર્ગત ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ છેલ્લા પાંચ દિવસથી દરિયામાં તપાસ કરતા હતા, પરંતુ કોઈ નક્કર પરિણામ મળતું ન હતું, ત્યારે સતત પાંચ દિવસ સુધી દરિયામાં આવન જાવન હતી અને ઓખા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુક્ત ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઈને ભારતની ઇન્ટરનેશનલ બોર્ડરમાં બાદની વાળી જગ્યા પર બોટ સોહેલી મળી આવતા તેને રોકવામાં આવી હતી. તે બાદમાં ATS અને કોચગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરતા બોર્ડમાં 10 શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હથિયારની વાત કરવામાં આવે તો એક સિલેન્ડરમાં પ્લાસ્ટિકમાં પેક કરેલી ઇટાલિયન બનાવટની સેમી ઓટોમેટિક પીસ્ટલ નંગ 06, મેગેઝીન 12, કાર્ટુસ 120 નંગ મળી આવ્યા હતા, જ્યારે ઓપરેશન દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરતું સામે પાકિસ્તાનથી આવતી બોટ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું. (Okha port Pakistani boat drugs with weapons)

આ પણ વાંચો 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP

પકડાયેલા આરોપીઓ તમામ આરોપીઓ બ્લોચિસ્તાનના હોવાની માહિતી મળી રહી હતી. જેમાં ઇસ્માઇલ સરફાલ (25 વર્ષીય), અમાલ બ્લોચ (35 વર્ષીય), અંદમ અલી (20 વર્ષીય), હકીમ દોલમોરાદ (30 વર્ષીય), ગૌહર બક્ષ (38 વર્ષીય), અબ્દુલગની જાગિયાં (45 વર્ષીય), અમનુલ્લાહ (27 વર્ષીય), કાદિર બક્ષ (55 વર્ષીય), અલાબક્ષ (46 વર્ષીય) અને ગુલ મહોમદ (30 વર્ષીય) પકડાયા હતા.

ક્યારે કેટલો જથ્થો જપ્ત થયો વર્ષ 2019માં 100 કિલો 500 કરોડની કિંમત, વર્ષ 2020માં 35 કિલો 175 કરોડની કિંમત, વર્ષ 2021માં 292.236 કિલો 1461.18 કરોડની કિંમત અને વર્ષ 2022માં હેરોઇન 471.294 કિલો અને 394.976 કિલો મેફેડ્રોન કુલ કિંમત 4285.37 કરોડ.

આ પણ વાંચો DRIની મોટી કાર્યવાહી: 50 કરોડના ડ્રગ્સ સાથે 2 વિદેશી નાગરિકોની કરાઇ ધરપકડ

ક્યાં વર્ષના કેટલા આરોપીઓ ધરપકડ, કેટલા કેસ વર્ષે આરોપીઓની સંખ્યા કુલ કેસની વાત કરવી તો, 2019માં 11 આરોપી 01 કેસ, 2020માં 06 આરોપી 01 કેસ, 2021 36 આરોપી 04 કેસ અને 2022માં 63. આમ કુલ 49 પાકિસ્તાની, 16 ઈરાની, 5 અફઘાની અને 01 નાઈઝીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કઈ બાજુ તપાસ શરૂ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ 10 આરોપીઓની ધરપકડ બાદ નિવેદન આપ્યું હતું કે, આ ડ્રગ્સ તેમજ ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પાકિસ્તાનથી ડ્રગ્સ માફિયા હાજી સલીમ બલોચ પાકિસ્તાન વાળાએ મોકલાવ્યો હતો. આ ડ્રગ્સ હથિયારનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઉતારી ભારતના કોઈ વ્યક્તિને પહોંચાડવાનો હતો. જે અંગે ગેરકાયદેસર નાર્કોટિક્સ અને અત્યારનો જથ્થો કઈ વ્યક્તિને પહોંચાડવાનો હતો તેમજ આલકોટિક્સ ટ્રક, અન્ય કઈ કઈ વ્યક્તિઓ સામેલ છે તેમજ નાણાકીય કડીઓ શોધી કાઢવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (How many drugs caught in year 2022)

Last Updated : Dec 27, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.