ETV Bharat / state

પ.બંગાળ ઘટના સંદર્ભે ગુજરાતના તબીબોને હડતાલ પર ન જવા નીતિન પટેલની અપીલ - nitin patel

ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાને પગલે પ.બંગાળના તમામ તબીબ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને તમામ રાજ્યના તબીબ દ્વારા તેમને પુરતો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના તબીબ એસોસીએશન દ્વારા રવિવારથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. આ ચિમકીને પગેલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તબીબોને હડતાલમાં ન જવા અપીલ કરી છે.

પ.બંગાળ ઘટના સંદર્ભે ગુજરાતના તબીબોને હડતાલ પર ન જવા નીતિન પટેલની અપીલ
author img

By

Published : Jun 15, 2019, 7:03 PM IST

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અપીલ કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. તબીબોએ 17મી જૂને હડતાલ પર જવાનું એલાન આપ્યું છે, ત્યારે દર્દીઓના હિતમાં તબીબો હડતાલ પર ન જાય તેવી અપીલ કરી છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે ગુજરાતના તબીબો તથા સ્ટાફની જે લાગણીઓ છે તે કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પણ રાજ્ય સરકાર અચૂક પહોંચાડશે. જ્યારે માનવતાના આ સેવા યજ્ઞમાં પોતાની નૈતિક જવાબદારી સમજીને તેમણે હડતાલ પર ન જવું જોઇએ. રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે ઉભી જ છે. રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેમને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના તબીબોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ તબીબો તથા એસોસીએશનનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.

R_GJ_GRD_03_15JUN_2019_GUJ_DR_NOT_STRICK_NITIN_PATEL_PHOTO_STORY_PARTH_JANI_GANDHINGAR
કેટેગરી-ટોપ ન્યુઝ, રાજ્ય
હેડિંગ- પ.બંગાળના ડોક્ટર્સ પરના હુમલા સંદર્ભે ગુજરાતના ડોક્ટર્સને હડતાલ પર ન જવા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અપીલ
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલા હુમલાને પગેલે પ.બંગાળના તમામ ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને તમામ રાજ્યના ડોક્ટર્સ દ્વારા તેમને પુરતો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના ડોક્ટર્સ એશોશિયેશન દ્વારા રવિવારથી હડતાલ પર ઉતરવાની ચિમકી આપવામાં આવી છે. આ ચિમકીને પગેલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે અપીલ કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. ગુજરાતના ડોક્ટર્સ ધ્વારા તા.૧૭મી જૂન રોજ હડતાલ પર જવાનું એલાન આપ્યુ છે ત્યારે  દર્દીઓના હિતમાં ડોક્ટરોને હડતાલ પર ન જાય.  

પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે ગુજરાતના ડોક્ટરો તથા આનુસંગીક સ્ટાફની જે લાગણીઓ છે તે કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પણ રાજ્ય સરકાર અચૂક પહોંચાડશે. જ્યારે માનવતાના આ સેવા યજ્ઞમાં પોતાની નૈતિક જવાબદારી સમજીને તેઓએ હડતાલ પર ન જવુ જોઇએ. રાજ્ય સરકાર હંમેશા તેઓની પડખે ઉભી જ છે. રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ ડોક્ટર્સ તથા એસોશીએશનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.