ETV Bharat / state

Gujarat Budget 2023: શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધશે, હવે કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા માટે શ્રમિક બસેરા પણ બનશે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ચાલુ વર્ષના બજેટમાં બાંધકામ શ્રમિકો માટે કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવશે.

Department of Labour, Skill Development and Employment

author img

By

Published : Feb 24, 2023, 2:12 PM IST

ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0 નું બજેટ નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રજુ કર્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને 2538 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બજેટમાં શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરાઈ છે. આ ઉપરાંત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને 2538 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ: બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ITI ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે પણ 239 કરોડ ફાળવવામાં આવ્યા છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે 155 કરોડની જોગવાઇ કરાઈ છે.

લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ: કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે 48 કરોડનું આયોજન કરાયું છે. વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે 36 કરોડની જોગવાઈ કરાઈ છે. GIDC વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે 25 કરોડની જોગવાઇ છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના: ગુજરાત સરકારનું વર્ષ 2022-23 ના બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 85 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે "કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથેની રહેણાકની વ્યવસ્થા શ્રમિક પરિવાર માટે ખુશહાલી લાવશે." શ્રમિકોને 5 રૂપિયાના સામાન્ય દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને વધુને વધુ લોકોને લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો Tourism Budget 2023: પ્રવાસન ક્ષેત્રને વેગ, દ્વારકાનું થશે પુન:નિર્માણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી

ડ્રોન મેન્યુફેકચરીંગ એન્‍ડ ટ્રેનિંગ લેબોરેટરી: મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્‍ડ માટે 16 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત એપેક્સ ઈન્સ્ટીટ્યુટને વિકસાવવા માટે 11 કરોડની જોગવાઇ કરાઈ છે.ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે 5 કરોડની જોગવાઇ કરાઈ છે. ડ્રોન મેન્યુફેકચરીંગ એન્‍ડ ટ્રેનિંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે 4 કરોડની જોગવાઇ કરાઈ છે.

આ પણ વાંચો Gujarat Budget 2023: ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ તથા બીજી અદાલતોનું થશે ડિજિટાઇઝેશન

રોજગારીની તકો પુરી પાડવા સરકાર પ્રયત્નશીલ: રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલા લઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.