ETV Bharat / state

ગીર ગાયની અન્ય રાજ્યમાં માગ વધી, જાણો કયા રાજ્યને છે ખરીદીમાં સૌથી વધુ રસ - ગીર ગાય દૂધ

ગુજરાતની ગીર ગાયોની(Gir cows) અન્ય રાજ્યમાં ડિમાન્ડ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને આસામ રાજ્યએ ગુજરાતની ગીર ગાયોને ખરીદવામાં અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ રસ દર્શાવ્યો છે. ગીર ગાય ખરીદવા માટે આસામથી સ્પેશિયલ ટીમ મોકલી છે.

ગીર ગાયની અન્ય રાજ્યમાં માંગ વધી, જાણો કયા રાજ્યને છે ગીર ગાયની ખરીદીમાં રસ

author img

By

Published : Nov 11, 2021, 8:30 AM IST

  • આસામના કૃષિ નિયામક, પશુપાલન સચિવ કૃષિ પ્રધાન સાથે બેઠક કરશે
  • અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર ૫હ ગીર ગાય ખરીદી હતી
  • આસામ મુખ્યપ્રધાન ગીર ગાયોથી પ્રભાવિત થયા

ગાંધીનગર : જેવી રીતે ગીરના સિંહ પુરા એશિયામાં ફેમસ છે તેવી જ રીતે સિંહોની જેમ ગીર ગાયોની પણ સતત માગ વધતી જાય છે.ગીર ગાયોને(Gir cows) ખરીદવા માટે પણ અન્ય રાજ્યોમાં ઉત્સુકતા જોવા મળી છે. ગીર ગાયની ડિમાન્ડ(Demand for Gir cows) પણ ગીર સિંહની જેમ જ ધીમે ધીમે વધી રહી છે. અગાઉ આસામ સરકારે ટ્રાયલ બેઝ પર કેટલીક ગીર ગાયો ખરીદી હતી ત્યારે તેમને ગીર ગાયમાં વધુ રસ પડ્યો છે. ત્યારે આસામ સરકારે ગીર ગાય ખરીદવા ગુજરાતમાં ટીમ મોકલી છે. કેબિનેટ બેઠકમાં પણ કૃષિ પ્રધાનની ઉપસ્થિતિમાં ગીર ગાયના મુદ્દે ચર્ચા આગળ વધશે.

ગાય ખરીદી માટે આસામ પશુપાલન ટીમ ગુજરાત આવી

આસામના મુખ્યપ્રધાન(CM Assam) ગીર ગાયોથી પ્રભાવિત થયા છે. આસામના પશુપાલકોમાં ગીર ગાયોની માગ વધવા લાગી છે. વધતી માગને ધ્યાને રાખી ગાય ખરીદી માટે આસામ પશુપાલન ટીમ ગુજરાત આવી છે. આસામના કૃષિ નિયામક, પશુપાલન સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ કૃષિ પ્રધાન સાથે આગામી સમયમાં તેને લઈને બેઠક કરશે. પશુપાલકો પાસેથી ગીર ગાય ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવશે. જો કે એક સાથે વધુ ગાયો અહીંથી ખેરીદવામાં આવી શકે છે.

આ ખાસિયતોના કારણે ગીર ગાય ખરીદવા આસામને વધુ રસ

માવજતના હિસાબથી ગીર ગાય રોજનું 10થી 14 લીટર દૂધ(Gir cow milk) આપે છે. ગીર ગાયના ફેટ પાંચથી છ ટકા જેટલા હોય છે જેનું દૂધ પણ પૌષ્ટિક માનવામાં આવે છે. દૈનિક 12 લીટર કરતાં વધુ દુધ આપે છે. તેના દૂધમાં 5% ટકા કે તેનાથી વધુ ફેટ હોય છે. ગીર ગાય ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં વાછરડાને જન્મ આપે છે. આ ઉપરાંત દરેક પ્રકારની ઋતુમાં ગીર ગાય સર્વાઇવ કરી શકે છે.

આ પણ વાંચોઃ ગીર ગાયના અભ્યાસ માટે બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો ગુજરાત આવ્યા

આ પણ વાંચોઃ ગીર અભ્યારણના રક્ષણની જવાબદારી સરકારની, પૂરતી વિગતો સાથે સરકાર જવાબ રજૂ કરે- હાઇકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.