ETV Bharat / state

દહેગામના ખાનગી તબીબ માનવતા ભૂલ્યા, ક્લિનિક બહાર મહિલાની પ્રસુતિ થઈ - gandhinagar

ગાંધીનગર :દહેગામમાં મજૂરી કરી રહેલા મહેશ ભુરીયા નામના યુવકની પત્નીની ડિલિવરી દહેગામ સ્ટેશન રોડ પર જ થઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ એક ખાનગી દવાખાનામાં મહિલા ડોકટરને તેમની પત્નીને સારવાર માટે લઇ ગયા હતા. અચાનક લેબર પેઇન થતાં આ મહિલાની સારવાર કરવા માટે ડોકટરે ના પાડી દેતાં આ મહિલાની ડિલિવરી રસ્તા ઉપર જ થઈ હતી.

મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી
author img

By

Published : Jun 27, 2019, 1:06 PM IST

દહેગામ શહેરમાં આવેલા સ્ટેશન રોડ વિસ્તારમાં એક મહિલા ડોકટર પાસે એક મુજુરી કરતું દંપતી સારવાર માટે પહોંચ્યું હતું. દંપતી મધ્યપ્રદેશનું રહેવાસી છે. તેમની પત્ની સગર્ભા હતા. તેમને લઈ સરકારી દવાખાને ગયા હતા. સરકારી દવાખાને ભીડ જોઈ અને ત્યાંથી તેઓ પરત ફરી ગયા અને સ્ટેશન રોડ પર આવેલા એક મહિલા ડોકટરના ક્લિનિકમાં સારવાર માટે પહોચ્યાં હતા. આ સમય દરમિયાન મહિલા ડોક્ટરના દવાખાને જ આ સગર્ભાને લેબર પેન શરુ થયું હતું. આ મહિલાએ બાળકનો જન્મ આપ્યો હતો. આ મહિલાની પ્રસુતી દવાખાનાની બહાર જ થઈ હતી. છતાં પણ મહિલા ડોકટર દ્વારા આ પ્રસૂતાને જોવાની પણ તસ્દી લીધી ન હતી. સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ મહિલા ડોકટર પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી

108માં મહિલાને બેસાડી બાળક અને મહિલાની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી. ત્યાં સુપ્રિટેન્ડેન્ટ ડો.સ્વામિનારાયણ દ્વારા આ મહિલાની સાપવાર કરવામાં આવી હતી. બાળક અને મહિલાની વધુ સારવાર અર્થે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા.

દહેગામ તાલુકામાં 108ની માત્ર ૩ ગાડીઓ છે. કર્મચારીએ જણાવ્યું કે, ઇમર્જન્સી કેસમાં ગાડીઓ કોઈ દિવસ સમય પર પહોંચી શકતી નથી. આટલા મોટા તાલુકામાં લોકો સમય બીમારી માટે પણ 108નો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે ઈમરજન્સી કેસ માટે ગાડીઓ મોડી પહોંચે છે. જો તાલુકામાં એક ગાડી માત્ર ઈમરજન્સી કેસ માટે જ ફાળવવામાં આવે તો કેટલાક લોકોના જીવ બચી શકે છે.

R_GJ_GDR_RURAL_07_26_JUNE_2019_STORY_DAHEGAM_WOMEN_DELIVERI_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural
 
હેડીંગ) દહેગામના ખાનગી તબીબ માનવતા ભૂલ્યા ક્લિનિક બહાર મહિલાની પ્રસુતિ થઇ

ગાંધીનગર,

દહેગામમાં નવીન આકાર લઇ રહેલા ગરનાળામાં મજૂરી કરી રહેલા મહેશ ભુરીયા નામના યુવકની પત્નીની ડિલિવરી દહેગામ સ્ટેશન રોડ પર જ થઈ જવા પામી હતી. સ્ટેશન રોડ પર આવેલ એક ખાનગી દવાખાનામાં મહિલા ડોકટરને તેમની પત્નીને સારવાર માટે લઇ ગયા હતા. અચાનક લેબર પેઇન થતાં આ મહિલાની સારવાર કરવા માટે ડોકટરે ના પાડી દેતાં આ મહિલાની ડિલિવરી રસ્તા ઉપર જ થઈ જવા પામી હતી.

દહેગામ શહેરમાં આવેલા સ્ટેશન રોડ વિસ્તારમાં એક મહિલા ડોકટર પાસે એક મુજુરી કરતું દંપતી સારવાર માટે પહોંચ્યું હતું. મહેશ ભુરીયા જે મધ્યપ્રદેશના રહેવાસી છે, તેમની પત્ની માલતીબેન સગર્ભા હતા. તેમને લઈ પહેલાં તો સરકારી દવાખાને ગયા હતા. સરકારી દવાખાને ભીડ જોઈ અને ત્યાંથી તેઓ પરત ફરી ગયા અને સ્ટેશન રોડ પર આવેલા એક મહિલા ડોકટરના ક્લિનિકમાં સારવાર માટે લઇ ગયા હતા. આ સમય દરમિયાન મહિલા ડોક્ટરના દવાખાને જ આ સગર્ભાને લેબર પેન શરુ થઈ ગયું હતું અને થોડી જ વારમાં આ મહિલાને કુખે બાળકનો જન્મ થયો હતો. આ મહિલાની પ્રસુતી દવાખાનાની બહાર જ થઈ હતી, છતાં પણ મહિલા ડોકટર દ્વારા આ પ્રસૂતાને જોવાની પણ તસ્દી લીધી ન હતી. સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા, આ મહિલા ડોકટર પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 

આ સમય દરમિયાન જ એક યુવકે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, 25 મિનિટ જેટલો સમય વિતી જવા બાદ પણ 108  પહોંચી ન હતી. ત્યારે એક અબ્દુલ સલીમ નામનો યુવક બાઈક લઈ દહેગામ બસ સ્ટેન્ડ પાસે ઉભેલી 108 ને બોલાવવા ધસી ગયો હતો. 108 આવ્યા બાદ તાત્કાલિક મહિલાને બેસાડી બાળક અને મહિલાનો ઉપચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી. ત્યાં સુપ્રિટેન્ડેન્ટ ડો.સ્વામિનારાયણ દ્વારા આ મહિલાનો ઉપચાર કરવામાં આવ્યો હતો. બાળક અને મહિલાની વધુ સારવાર અર્થે  ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા. સારી બાબત એ છે કે મહિલા અને બાળક ને બચાવી લેવામાં આવ્યા હતા.

દહેગામ તાલુકામાં 108 માત્ર ૩ ગાડીઓ છે. નામ ન આપવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું કે ઇમર્જન્સી કેસમાં ગાડીઓ કોઈ દિવસ સમય પર પહોંચી શકતી નથી. આટલા મોટા તાલુકામાં લોકો સમય બીમારી માટે પણ 108 નો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે ઈમરજન્સી કેસ માટે ગાડીઓ મોડી પહોંચે છે. જો તાલુકામાં એક ગાડી માત્ર ઈમરજન્સી કેસ માટે જ ફાળવવામાં આવે તો કેટલાય લોકોના જીવ બચી શકે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.