ETV Bharat / state

દહેગામ ભાજપના કાઉન્સિલરની પાલિકાનાં કર્મચારી સામે દબંગાઇ, ફરિયાદ દાખલ

કોરોના વાઇરસને લઇ સચિવાલયથી ગ્રામ પંચાયતના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. ત્યારે દહેગામ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન દહેગામ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર દ્વારા કર્મચારી સામે દબંગાઇ કરવામાં આવી હતી.

દહેગામ ભાજપના કાઉન્સિલરની પાલિકાનાં કર્મચારી સામે દબંગાઇ,

author img

By

Published : Mar 30, 2020, 8:15 AM IST

ગાંધીનગરઃ કોરોના વાઇરસને લઇ સચિવાલયથી ગ્રામ પંચાયતના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે, ત્યારે દહેગામ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કામગીરી કરી રહ્યા હતા.

કાઉન્સિલરે કામગીરી ચાલી રહી હતી, તે સ્થળ ઉપર આવીને કહ્યું કે, તમે રોડ ઉપર ઊભેલી લારીમાંથી શાકભાજી કેમ ઉઠાવી રહ્યા છો. જેને લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ દહેગામના અમીનવાડામાં રહેતા દિપક મનુભાઈ અમીન દહેગામ નગરપાલિકામાં ઇન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમણે દહેગામ ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને લઈને દહેગામ નગરપાલિકા દ્વારા પ્રમાણિત શાકભાજી અને ફ્રૂટની લારીઓમાંથી વેચાણ કરવામાં આવી રહી છે, પરંતુ તે સિવાયના અનેક લોકો દહેગામ મેઇન રોડ ઉપર આવીને વેપાર કરતા હોય છે, ત્યારે આવા લોકો સામે દહેગામ પાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

દહેગામ રોડ ઉપર ઊભેલી શાકભાજીની લારીઓ અને સવારના સમયે હટાવી લેવામાં આવી હતી. જ્યારે તેમાં ખરાબ થઈ ગયેલી શાકભાજીને પાલિકાના વાહનમાં મૂકવામાં આવી રહી હતી. આ કામગીરી બપોર બાદ શરૂ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપના કાઉન્સિલર કનુ માલજી રબારી સ્થળ ઉપર આવીને કહેવા લાગ્યા કે, તમે સવારે ઊભી રાખેલી શાકભાજીની લારીઓમાંથી શાકભાજી કેમ લાવ્યા છો ? તેમ કહીને ઉશ્કેરાઇ ગયા હતા. જેને લઇને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ ભાજપના કાઉન્સિલર સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.