ગાંધીનગર : ગુજરાતના દરિયા કિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવવાની આશંકા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ તકેદારીના ભાગ રૂપે તૈયારીઓ કરી લેવામાં આવી છે, જ્યારે કોસ્ટલ કલેકટર સાથે બેઠકો કરીને સલામતી અને સુરક્ષા બાબતની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. જ્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે 12 જૂની આસપાસ વાવાઝોડું પાકિસ્તાન અને ઓમાન તરફ ફંટાઈ જશે.
ગઈકાલે PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોસ્ટલ વિસ્તારમાં તમામ કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતાં, જ્યારે હાલની પરિસ્થિતિ અને IMDની ધારણા મુજબ બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાઈ પણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારના 400 કિલોમીટર દૂરથી ઓમાન પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. તેમ છતાં પણ NDRF અને SDRF ટીમ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. ઉપરાંત વીજ કંપનીઓના કર્મચારીઓ સૂચના આપી દેવામાં આવી છે. - અલોક કુમાર પાંડે (રાહત કમિશનર)
પોલીસ તંત્ર પણ એલર્ટ : વાવાઝોડાની અસરથી સ્થાનિક લોકોને મદદગારી મળે અને લોકોને બચાવાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ETV ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કોષ્ટક વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર સાથે એસટીઆરએફની ટીમ તેના કરાઈ છે. અમુક જગ્યાએ સ્ટેન્ડ રખાય છે, આમ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ પણ વાવાઝોડાને લઈને એલર્ટ પર રાખવામાં આવી છે.

ફિશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ : રાજ્યના 1600 કિલોમીટર દરિયાકિનારે બિપરજોય નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરિયાકિનારે સંપૂર્ણ રીતે ફિશિંગ બંધ કરવામાં આવ્યું છે, જ્યારે વાવાઝોડાની અસરના કારણે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, ત્યારે જાહેર માર્ગો પર વીજ થાંભલાઓ કે ઝાડ પડી જવા અથવા તો બેનસ કે હોદ્દોની અસર પડે તો તાત્કાલિક ધોરણે દૂર કરવા અને રસ્તો ક્લિયર કરવા માટે સ્થાનિક તંત્ર એસટીઆરએફની ટીમને પણ સૂચના આપવામાં આવી છે.
સેલટર હોમની સમીક્ષા : રાહત કમિશનર આલોક પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, કોસ્ટલ વિસ્તાર પર જે કાચા મકાનો છે. તે કાચા મકાનોની સુરક્ષા કરવામાં આવશે અને દરિયાઈ વિસ્તારમાં જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તેવી જગ્યાએ ચાલતા હોમની સમીક્ષા કરવામાં આવશે, જ્યારે દરિયાઈ વિસ્તારોમાં NDRAફના 450 જવાનોની તૈનાત કરવામાં આવી છે, ઉપરાંત વાવાઝોડાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં રહેલી ફિશિંગ બોટોને કિનારા પર લાવવાની સૂચના પણ શરૂ કરવામાં આવી છે.