ETV Bharat / state

Cyclone Biparjoy Live Update: પંજાબના પટિયાલા માંથી વધુ 5 ટીમને એર લિફ્ટ કરીને ગુજરાતમાં ડિપ્લોય કરવામાં આવશે - Cyclone Biparjoy Updates reports

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું એના અર્થ પ્રમાણે પુરવાર થઈ રહ્યું છે. બિપરજોયનો અર્થ થાય છે ડિઝાસ્ટર. હવામાન ખાતાએ મંગળવારે બપોરે એક ખાસ એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હીથી હવામાન ખાતાના અધિકારી મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે બુધવારે ચક્રવાત વધારે વેગ પકડી શકે છે. 150 કિમીની ઝડપથી તે આગળ વધી શકે છે.

Cyclone Biparjoy Live Update: સૌરાષ્ટ્ર ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી

author img

By

Published : Jun 13, 2023, 9:54 AM IST

Updated : Jun 13, 2023, 6:13 PM IST

ગાંધીનગર : NDRFની વધુ 5 ટીમોને એર લિફ્ટ કરવામાં આવી છે. પંજાબના પટિયાલા માંથી વધુ 5 ટીમને એર લિફ્ટ કરીને ગુજરાતમાં ડિપ્લોય કરવામાં આવશે. તમાલીનાડુંની 5 ટીમને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં સ્થળાંતરની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. આજના દિવસમાં સરકાર અને તંત્રનું કામ ફકત સ્થળાંતર પર જ ફોકસ રાખવાનું છે. દરિયા કિનારે થી 0 થી 10 કિલોમીટરના વિસ્તારમાં સ્થળાંતર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

Cyclone Biparjoy Live Update: મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી વધારાની NDRFની ખાસ ટુકડી બોલાવાઈ

કચ્છ : કેન્દ્રીય આરોગ્ય પ્રધાને બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કોઈપણ આપદા સમયે આર્મીના જવાનોની હાજરીથી જનતાને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીની અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું છે. આર્મીના જવાનો બચાવ રાહતની સામગ્રી સાથે કોઈપણ આપદાને પહોંચી વળવા તૈયાર છે.

અમદાવાદ/પોરબંદરઃ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. મંગળવારે બપોરના સમયે એની ગતિમાં વધારો થતો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઈને દેશના હવામાન ખાતાએ વાવાઝોડાને લઈને આગાહી કરી હતી. વાવાઝોડાની ગતિમાં વધારો થશે તે વિનાશકારી રૂપ લઈ શકે છે. તીવ્ર ગતિથી તે કિનારા પ્રદેશોને ટકરાઈ શકે છે.

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૌરાષ્ટ્રમાં વરસાદઃ જૂનાગઢ પંથકમાં ચોમાસું માહોલ જોવા મળ્યો હતો. સોમવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં એક ફેરફાર જોવા મળ્યો હતો. વેરાવળ અને સુત્રાપાડામાં ભારે વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પાંચ ઈંચ જેટલો વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ભૂજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપર અને જામનગરમાં વરસાદ પડ્યો હતો. ગાંધીધામ અને નલિયામાં વરસાદ સાથે વિઝિબિલિટી ઝીરો જોવા મળી હતી. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે.

  • Cyclone 'Biparjoy' | The wind speed is picking up in Porbandar, Devbhoomi Dwarka districts upto Kachchh, to go up to 65-75kmph tomorrow: Dr. Mrutyunjay Mohapatra, Director General, IMD pic.twitter.com/lYsatV4M4B

    — ANI (@ANI) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હવામાન ખાતાનું ઓરેન્જ એલર્ટઃ 12 વાગ્યે ગુજરાત રાજ્યના હવમાન ખાતાએ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર વાવાઝોડું બિપરજોય અરબ સાગરમાં ઉત્તરપૂર્વ બાજું આગળ વધી શકે છે. મંગળવારે બપોરના સમયે પોરબંગદરથી 300 કિમી, દ્વારકાથી 290 કિમી,જખૌ પોર્ટથી 340, નલિયાથી 340 કિમી અને પાકિસ્તાનના કરાંચીથી 480 કિમી દૂર કેન્દ્રીય થયેલું જોવા મળ્યું હતું. જોકે, ગતિ વધારે હોવાને કારણે તે ઝડપથી આગળ વધી રહ્યું છે.

  • On 15th June, wind speed in Dwarka, Jamnagar, Kachchh and Morbi districts of Gujarat will be around 125-135 kmph and gusting to 150 kmph, it could have extensive damaging potential: Dr. Mrutyunjay Mohapatra, Director General, IMD pic.twitter.com/LRdTJqirvZ

પવનની ગતિવિધિઃ બપોરના સમયે 135 કિમીની ગતિ નોંધાઈ હતી. તારીખ 15 સુધી આ વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં જ રહેશે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 15 જૂન સુધીમાં આ સિસ્ટમ અતિ ભારે વરસાદ લાવી શકે છે. જોકે, સૌથી વધારે જોખમ કિનારના પ્રદેશોને હોવાનું જાણવા મળ્યું છે.

બેઠકનો દૌરઃ બીપોરજોય વાવાઝોડા બાબતે મુખ્ય સચિવની વિડિયો કોન્ફરન્સનું યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કોસ્ટલ જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. વિડિયો કોન્ફરન્સમાં પ્રભારી જિલ્લા પ્રધાનો અને ખાસ જવાબદારી સંભાળી રહેલા પ્રધાનો પણ વિડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ચોમાસુંઃ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ પંથકમાં ચોમાસું માહોલ જોવા મળ્યો હતો. સોમવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં એક ફેરફાર જોવા મળ્યો હતો. વેરાવળ અને સુત્રાપાડામાં ભારે વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પાંચ ઈંચ જેટલો વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ભૂજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપર અને જામનગરમાં વરસાદ પડ્યો હતો. ગાંધીધામ અને નલિયામાં વરસાદ સાથે વિઝિબિલિટી ઝીરો જોવા મળી હતી. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે.

કામગીરીની સમિક્ષા કરીઃ છેલ્લા 24 કલાકમાં કરેલી કામગીરી, સ્થળાંતરની કામગીરી બાબતે હજુ પણ ઊંડી ચર્ચા કરવામાં આવશે. હવે જે લોકો સ્થળાંતર માટે તૈયાર ના હોય એવા લોકોને બળજબરી પૂર્વક તંત્ર દ્વારા સ્થળાંતર કરાવશે. એરફોર્સ, આર્મી, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા. તમામ વિભાગોની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. બપોરે ૩ કલાકે અમિત શાહ પણ વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિની જાણકારી મેળવી શકે છે.

રાજસ્થાનથી ટીમ આવીઃ બિપરજોય વાવાઝોડાને કારણે ઓખા, જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, સિક્કા તથા બેડીબંદર પોર્ટપર ડેન્જર દર્શાવતા સિગ્નલ મૂકી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરતા એનડીઆરએફની ચાર ટીમ મહારાષ્ટ્રના મહાનગર પૂનાથી અને બે ટીમને જયપુરથી બોલાવવામાં આવી હતી. એટલે કે વધારાની કુલ છ ટીમ બહારના રાજ્યમાંથી બોલાવવામાં આવી છે. કુલ 13 ટીમ વડોદરામાં એકઠી થઈ હતી. એ સિવાય બીજી છ ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

કચ્છમાંથી પસાર થશેઃ 150 કિમીની ઝડપથી આગળ વધી રહેલું બિપરજોય કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાન રાજ્યમાં એન્ટ્રી કરશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શકયતાઓ છે. મંગળવારે પણ મળી રહેલા રીપોર્ટ અનુસાર 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. છ દિવસમાં વાવાઝોડાની તાકાતમાં વધારો થયો છે. ત્રણ ગણી તાકાતથી વાવઝોડું આગળ વધી રહ્યું છે. વારંવાર દિશા બદલી રહેલું વાવાઝોડું વિનાશક રૂપ લઈ શકે છે.

3 વ્યક્તિઓના મોતઃ ભૂજમાં દિવાલ પડતા બે બાળકોના મૃત્યું થયા છે. જેમાંથી એક છ વર્ષની દીકરી અને ચાર વર્ષનો છોકરો છે. જ્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં હર્ષાબેન બાવળિયા પોતાના પતિ સાથે જઈ રહ્યા હતા એ સમયે ઝાડ પડવાથી એમનુ મૃત્યું નીપજ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો મૂળીયા સહિત ઉખડી ગયા હતા.

આઠ જિલ્લામાં સ્થળાંતઃ સૌરાષ્ટ્ર કચ્છના કુલ આઠ જિલ્લાઓમાં 6827 લોકોને સલામલ સ્થળે ખસેડાયા છે. જ્યાર વીજ વિભાગની કુલ 577 ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કાઠાળા વિસ્તારમાં કોઈ રીતે વીજ પુરવઠો ખોરવાઈ નહીં એ માટે ફીડર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાત બિપરજોય ગુજરાતના કચ્છના જખૌ બંદરથી માત્ર 430 કિમી દૂર છે અને ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે અહીંથી 7,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય ચક્રવાતને લઈને કેન્દ્રીય અધિકારીઓ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ઓપરેશનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સૈન્ય ટુકડી પણ તૈયારઃ માત્ર એનડીઆરએફ જ નહીં સૈન્યની ટુકડીને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. જામનગરથી ખાસ સૈન્યની મદદ લેવામાં આવી શકે છે. આર્મીની સાથે સાથે કોસ્ટગાર્ડ એજન્સીને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાને લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં એસટી વિભાગના ઑપરેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ટીમ સ્ટેન્ડ ટુઃ કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર, વરસાડ સહિતના જિલ્લાઓમાં કુલ 21 એનડીઆરએફની ટીમ સોસ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આશરે 24000 બોટને સલામત સ્થળે ખસેડી દેવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને લઈને વડોદરાથી એનડીઆરએફની ટીમ રાજકોટ રવાના કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરથી એક ટીમને દ્વારકા માટે રવાના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના સાત જિલ્લાઓમાં વાતાવરણ ખૂબ જ ભયજનક જોવા મળી રહ્યું છે.

  1. Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ
  2. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયામાં વધી પાણીની આવક, ખંભાતના દરિયાકિનારે લાગ્યા બેરિકેડ

Last Updated : Jun 13, 2023, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.