ગાંધીનગર : રાજ્યમાં 150 કિલોમી ટર ઝડપે પવન ફુંકાશે. બિપરજોય અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે અને તે પણ 150 કિલોમીટરની ગતિના પવન સાથે. જ્યારે લેન્ડફોલ થયા બાદ ઓવન ગતિમાં ઘટાડો થશે અને 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે. જ્યારે આખા રાજ્યમાં વરસાદ પણ પડશે. ઉપરાંત જે જિલ્લામાં વાવાઝોડું ટકરાશે તેવા જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદ પણ જોવા મળશે. વાવાઝોડાની અસરની વાત કરીએ તો વાવાઝોડામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ધૂળના ડમરીઓ સાથે ભારે વરસાદ આવશે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને ગણાવ્યું ખતરનાક : ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે IPLની ફાઇનલમાં વરસાદની આગાહી કરી હતી ત્યારે પણ સતત 2 દિવસ સુધી વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો હતો. અત્યંત ભારે વાવાઝોડાની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીનું આ સૌથી ખતરનાક ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું હશે. જ્યારે વર્ષ 2021માં આવેલ તૌકતે વાવાઝોડા કરતા પણ બિપરજોય સાયકલોનને ખતરનાક વાવાઝોડું ગણવામાં આવ્યું છે. ઉપરાંત દ્વારકા અને ઓખામાં વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આવનારી તારીખ 12થી 16 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેની અસર 17 જૂન સુધી રહેશે. તેમજ રાજસ્થાનમાં પણ તેની અસર જોવા મળશે. વાવાઝોડાના હળવા હાથમાં લેવાની જરૂર નથી અને ગુજરાતના દરિયા કિનારા ઉપર સૌથી વધુ અસર થશે.
6 જિલ્લાને થશે વધું અસર : 300થી 400 કિલોમીટર દૂર બિપરજોય સમીક્ષા બેઠકમાં રિલીફ કમિશ્નર અલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી ફક્ત 300 થી 400 કિલોમીટર દૂર છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે હાલમાં તમામ 6 પ્રભાવિત જિલ્લામાં સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શાળામાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.