ETV Bharat / state

Cyclone Biparjoy Impact: વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 3207 પશુઓના મોત, 82 હજાર હેકટર વિસ્તારમાં બાગાયતી પાકોને નુકશાન - ઋષિકેશ પટેલ - Cyclone Biparjoy Impact

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠક યોજાઈ હતી. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડીમાં 82,000 હેકટર વિસ્તારમાં નુકશાન તો 297 દુધાળા પશુઓના મોત થયા છે. આ સાથે જ 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે સીએમ પટેલે સૂચના આપી હતી.

Cyclone Biparjoy Impact:
Cyclone Biparjoy Impact:
author img

By

Published : Jun 19, 2023, 7:53 PM IST

બિપરજોય વાવાઝોડામાં 82,000 હેકટર વિસ્તાર નુકશાન

ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે 16 જુનના રોજ બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં માનવ મોત તો નથી પણ અન્ય કરોડોનું નુકસાન થયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકમાં નુકસાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આજે રાજ્યના જેમાં 8 પ્રભાવિત જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

કેશ ડોલની ચુકવણી શરૂ: પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે સીએમ પટેલે સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1 કરોડ 23 લાખ 82 હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.

" રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા છે. પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ 1.62 કરોડ છે. સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. જ્યારે દુધાળા પશુઓની વાત કરવામાં આવે તો 166 ભેંસ, 172 ગાયના મૃત્યુ થયા છે." - ઋષિકેશ પટેલ, પ્રવક્તાપ્રધાન

વીજ કંપનીઓને 783 કરોડનું નુકસાન: વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અત્યાર સુધીમાં 5753 ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. પ્રભાવિત જિલ્લાઓમાં 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો, જે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરાયો છે. વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત 783 કરોડનું નુકશાન થયું છે.

બાગાયતી પાકને નુકશાન: બાગાયતી નુકસાન બાબતે 8 જિલ્લામાં બાગાયતી પાકની નુકસાની સામે આવી છે જેમાં કુલ 82000 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોને નુકસાન થયું છે અને 53 હજાર હેક્ટર વિસ્તારમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ રાખવામાં આવ્યો છે અને 14,887 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકના ઝાડો પડી ગયા છે. આમ હજુ પણ પાક નુકસાની નો સર્વે યથાવત છે જ્યારે સહાય વધારવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વચ્ચે બેઠક યોજાયા બાદ નક્કી કરવામાં આવશે કે સહાય વધારવી કે નહીં.

  1. Cyclone Biparjoy Impact: બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના ખેડૂતો થયા પાયમાલ, 12 મહિનાની આવક ગુમાવી
  2. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.