ETV Bharat / state

Cyclone Biparjoy: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન - અંબાલાલ - અંબાલાલ પટેલ

ગુજરાત પર બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકાર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વાવાઝોડું કચ્છ બાજુ અને દરિયા કિનારે લેન્ડફોલ થવાનો છે. ત્યારે તેની અસર ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે.

effect of cyclone will also be seen in central Gujarat

author img

By

Published : Jun 13, 2023, 5:03 PM IST

ગાંધીનગર: ગુજરાતના કચ્છ, પોરબંદર અને દ્વારકા કિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવવાની શકયતાઓ છે. ત્યારે હવામાન વિભાગ અને સરકારી તંત્ર દ્વારા 15 જૂને આવી રહેલ મહા ભયાનક વાવાઝોડાને લઈને તંત્રએ પણ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે અને લોકોના સ્થળાંતર કરી દીધા છે ત્યારે હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વાવાઝોડું કચ્છ બાજુ, અસર મધ્ય ગુજરાતમાં: અંબાલાલ પટેલ હવામાન બાબતની આગાહી કરતા જણાવ્યું હતું કે 14, 15 અને 16 એમ ત્રણ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દેવભૂમિ દ્વારકા ઓખા સલાયા માંગરોળ ચોખ્ખો ઉપરાંત પોરબંદર જામનગર ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે વાવાઝોડું કચ્છ બાજુ અને દરિયા કિનારે લેન્ડફોલ થવાનો છે. ત્યારે તેની અસર ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે અને તેના કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. સાથે જ આ તમામ વિસ્તારોમાં આજકાલ સાથેનો ભારે પવન રહેશે. જે 110 કલાકની ઝડપે રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

15 તારીખે બિપરજોય ટકરાશે: રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિપરજોય નામનું વાવાઝોડું 15 તારીખે સવારે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું હતું. પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે 130 કિલોમીટર પ્રતિ કલાકના પવનની ગતિ સાથે વાવાઝોડું સાંજના અથવા તો બપોરના સમયે લેન્ડફોલ થશે.

21,000 લોકોનું સ્થળાંતર: રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દરિયાકિનારેથી 0થી પાંચ કિલોમીટર સુધીમાં 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં જુનાગઢ જિલ્લામાં 500 કચ્છ જિલ્લામાં 6786 જામનગરમાં 1500 પોરબંદરમાં 543 દ્વારકામાં 4820 ગીર સોમનાથમાં 408 મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 કુલ 20,588 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં પાંચ કિલોમીટરની અંદર વસતા લોકોનું સંપૂર્ણપણે સ્થળાંતર કરી લેવામાં આવશે. જ્યારે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં ઝાડ પડી જવાથી એક એક મૃત્યુ પણ નોંધાયું છે.

  1. Amit shah on cyclone biparjoy: 'બિપરજોય' માટેની તૈયારીઓ અંગે અમિત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
  2. Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું નિમિત્ત બન્યું, દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત બની ઘટના
  3. Cyclone Biparjoy Live Update: કેન્દ્રીય આરોગ્ય પ્રધાને બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.