ગાંધીનગર: ગુજરાતના દરિયાકિનારે આજે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. વાવાઝોડાનો ઘેરાવો જખો બંદરે સ્પર્શી ચુક્યો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફુકાવવાની શરૂઆત થઈ છે. આજે રાત્રે 9થી 10 કલાક વચ્ચે આ વાવાઝોડું લેન્ડફોલ થશે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 140 કિલોમીટર દૂર છે. જેને લઈને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક કરી હતી.
" રાજ્યના જખૌ બંદરની આસપાસ બિપરજોય નામનું વાવાઝોડું ટકરવાનું છે. જેમાં આ વાવાઝોડું પહેલા 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધુ રહ્યું હતું. પણ હવે વાવાઝોડુ 6 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે. જ્યારે પવનની ગતિમાં ઘટાડો થયો છે. પહેલા 135 થી 150 કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ હતી. એમાં પણ ઘટાડો થઈને હાલમાં 120થી 100 કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ નોંધાઇ છે. હાલમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યા છે. 8 પ્રભાવીત જિલ્લામાં કુલ 400 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે." - આલોકકુમાર પાંડે, રાહત કમિશનર
વન વિભાગની 180 ટીમ તૈયાર: આ ઉપરાંત ઉપરાંત વન વિભાગના પશુ પક્ષીઓની પણ વિગતો આપણા જણાવ્યું હતું કે કચ્છમાં પણ અભ્યારણ છે અને આજુબાજુમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને વન વિભાગની 180 જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમને એક જ સલામત સ્થળે સુરક્ષિત રાખવા માટેની કામગીરી હાજર કરવામાં આવી છે. જ્યારે પશુપાલકોને પોતાના માલઢોર નહીં બાંધી રાખવાની સૂચના આપવામાં આવી છે. જેથી જો લેન્ડફોલ થાય તો પશુઓ પોતાની રીતે સુરક્ષિત જગ્યાએ પોતાનો જીવ બચાવી શકે.
NDRFની 18 ટીમ તૈનાત: NDRF ટીમ બાબતે NDRFના અધિકારી અનુપમે વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં NDRFની કુલ 18 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 6 ટીમ કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. લો લાઇન એરિયામાંથી લોકોને સમજાવીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડું લેન્ડ ફોન થશે અને પરિસ્થિતિ ખરાબ થશે તો અન્ય રાજયમાંથી 10 જેટલી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.