ETV Bharat / state

અમદાવાદ, રાજકોટ, સુરતમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયો - Gandhinagar News

રાજ્યમાં અમદાવાદ સુરત અને રાજકોટમાં વધતા કોરોના વાઇરસના કેસને લઈને કર્ફ્યુ રાખવામાં આવ્યો હતો. નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત આગામી 24 એપ્રિલ સવારના 6.00 કલાક સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.

અમદાવાદ, રાજકોટ, સુરતમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયો

author img

By

Published : Apr 21, 2020, 12:04 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સુરત અને રાજકોટમાં વધતા કોરોના વાઇરસના કેસને લઈને કર્ફ્યુ રાખવામાં આવ્યો હતો. જેની સમય મર્યાદા 20 એપ્રિલ રાત્રે બાર વાગ્યે પૂર્ણ થતી હતી. ત્યારે સમય મર્યાદાને વધુ ચાર દિવસ લંબાવવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈને કર્ફ્યુ આગામી 24 એપ્રિલ સવારના 6.00 કલાક સુધી યથાવત રહેશે.

પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાત્રે કર્ફ્યુની સમયમર્યાદા પૂરી થતી હતી. જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે.

આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત આગામી 24 એપ્રિલ સવારના 6.00 કલાક સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.