ETV Bharat / state

ચૂંટણીનો ખળભળાટ : રાજ્ય સરકારે ખેડૂતો માટે 630 કરોડનું પેકેજ કર્યું જાહેરાત - પાક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે રાજ્ય સરકારે 630 કરોડનું સહાય (crops Damage rain) પેકેજની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં (630 crore aid package) વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થયેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે ક્યાં ક્યાં વિસ્તારમાં નુકસાન, કેવી રીતે મળશે સહાય તેમજ કેટલી સહાય મળશે જૂઓ વિગતવાર. (Gujarat Govt Agricultural Assistance Package)

ચૂંટણીનો ખળભળાટ : રાજ્ય સરકાર લોકો માટે 630 કરોડનું પેકેજ કર્યું જાહેરાત

author img

By

Published : Oct 28, 2022, 4:03 PM IST

Updated : Oct 28, 2022, 6:39 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે (Agricultural Assistance Package) અનેક ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થયું હતું. તો કેટલાક ખેડૂતોના આખે આખા ખેતરો પણ અધોવાઈ ગયા હતા, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ સમય વીતતો ગયો અને અનેક કાર્યક્રમો વચ્ચે પેકેજ જાહેર થઈ શક્યું ન હતું, ત્યારે હવે રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા 630 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજની જાહેરાત કરી છે. લોકોને આકર્ષક કરવાનો પ્રયાસ કર્યો છે. (630 crore aid package)

630 કરોડનું પેકેજ 2022ની ખરીફ ઋતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે. આ નુકસાનીમાં અંદાજે 9.12 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકસાન સામે સહાય ચુકવાશે. નુકશાનીની વાત કરવામાં આવે તો 12 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકાઓના 2554 ગામોના પાક નુકસાન અહેવાલોનું આકલન કરવામાં આવ્યું હતું. (crop damage heavy rains)

ક્યાં જિલ્લાના ખેડૂતોને મળશે સહાય આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લાના ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકશાન થયું હતું. છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2554 ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. (Agricultural crops Damage)

પેકેજ મુદ્દે શું કહ્યું કૃષિપ્રધાન રાઘવજી પટેલે રાજ્યના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પેકેજ બાબતે જણાવ્યું હતું કે, આ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે હેક્ટર દિઠ 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ 30,000ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી 13,500 પ્રતિ હેકટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે 16,500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે. (Crop damage due to rains in Gujarat)

રાજ્ય બજેટમાંથી સહાય જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો અનુસાર સહાયની ચૂકવવાપાત્ર રકમ 4 હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી 4 હજારની સહાય ચૂકવવાની રહેશે તેવો નિર્ણય કરવામાં આવેલો છે. આવા કિસ્સામાં SDRFમાંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચુકવવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચુકવવામાં આવશે.(agricultural assistance package 2022)

ખેડૂતોએ કરવાની રહેશે અરજી આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે. તેમ પણ રાઘવજી પટેલે જણાવ્યું હતું. (Gujarat Govt Agricultural Assistance Package)

ક્યા ક્યા દસ્તાવેજ જોશે પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના - વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચુકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં.(rain damage to farmers)

Last Updated : Oct 28, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.