ETV Bharat / state

કોવિડ-19થી રાજ્યને 26 હજાર કરોડનું નુકસાન થવાની શક્યતા, સરકારે આવક વધારવા પેટ્રોલ ડિઝલમાં 2 રૂપિયાનો વધારો કર્યો : નીતિન પટેલ

રાજ્યમાં કોવિડ-19 અને લોકડાઉનને કારણે તમામ આર્થિક ગતિવિધિઓ ઉપર રોક લાગી ગઈ હતી. જેમાં રાજ્ય સરકારની સંપૂર્ણ પણે આવક બંધ હતી, પરંતુ રાજ્ય સરકારના તમામ પ્રોજેક્ટ્સ અને ખર્ચ રોજબરોજની જેમ થતા હતા. આ સાથે જ કોરોના વાઇરસની પાછળ પણ કરોડોનો ખર્ચો થયો છે, ત્યારે રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારને કુલ 26 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ દર્શાવી છે.

કોવિડ-19થી રાજ્યને 26,000 કરોડનું નુકશાન થવાની શકયતા

author img

By

Published : Jun 15, 2020, 8:17 PM IST

Updated : Jun 15, 2020, 11:52 PM IST

ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે નુકસાન બાબતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે મહિનામાં રાજ્ય સરકારની તમામ આવકો સંપૂર્ણ રીતે બંધ હતી. ગુજરાતની મહત્વની આવક જીએસટીમાંથી થાય છે તે પણ સંપૂર્ણપણે બંધ હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય પણ મળી નથી. આ સાથે જ આવક બંધ હોવા છતાં તમામ સરકારી કર્મચારીઓના પગાર, કોન્ટ્રાક્ટના બીલની ચૂકવણી કરવામાં આવી હતી.

ગ્રાફ
ગ્રાફ

લોકડાઉનના કારણે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે કુલ 55,560 કરોડની આવકનો અંદાજ રાખ્યો હતો પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે હવે 24,500થી 26,000 કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ગ્રાફ
ગ્રાફ

રાજ્યમાં ક્યાં હેડ નીચે કઈ આવકમાં ઘટાડો થશે...

(રાજ્ય સરકારનો અંદાજ)

• જીએસટી 10,000 કરોડની આવક ઘટાડાનો અંદાજ
• પેટ્રોલ ડિઝલમાં વેટ : 4000થી 4300 કરોડની આવક ઘટાડાનો અંદાજ, કુલ વેટમાં 8500 કરોડનો ઘટાડોનો અંદાજ
• મોટર ટેક્સ વેચાણવેરામાં 2000 કરોડની આવક ઘટાડાનો અંદાજ
• ઇલેક્ટ્રિક ડ્યૂટી 1300 કરોડની આવક ઘટાડાનો અંદાજ
• સ્ટેમ્પ ડ્યુટીમાં 4000થી 4300 કરોડની આવક ઘટાડાનો અંદાજ
• આ વર્ષે કોવિડ-19ને કારણે રાજ્ય સરકારની આવકમાં 24,500થી 26,000 કરોડની આવકમાં ઘટાડાનો અંદાજ

કોવિડ-19થી રાજ્યને 26,000 કરોડનું નુકશાન થવાની શકયતા

નુકસાન બચાવવા રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયો...

1. સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું નહીં મળે તેની કુલ રકમ 3400 કરોડ થાય છે.

2. પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

3. ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ

4. સરકાર કોઈ પણ વિભાગને નવી કાર અને ફર્નિચર ખરીદવાની મંજૂરી નહીં આપે

5. સરકારી ઓફિસોમાં વીજના ઉપયોગમાં કરકસર કરવામાં આવશે

6. ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરમાં નવા એ.સી, લેપટોપ, પ્રિન્ટર મશીન ખરીદવાની મંજૂરી નહીં

7. નવા વાહનો માટે કોન્ટ્રાકટ સિસ્ટમ 31.03.2021 સુધી રોક લગાવી

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલા હસમુખ અઢિયા કમિટી દ્વારા જે અંતિમ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો તેના પરથી જ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો તથા અન્ય સરકારી કામકાજમાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો હોવાનું રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ કોરોના વાઇરસની મહામારી દરમિયાન 3100 કરોડની સહાય પણ આપવામાં આવી હતી.

Petrol Rate in Other states
અન્ય રાજ્યમાં પેટ્રોલના ભાવ
Fuel rates
અન્ય રાજ્યમાં ડીઝલના ભાવ

Last Updated : Jun 15, 2020, 11:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.